શહેરા વનવિભાગની મધરાતની કડક કાર્યવાહીઃ પાસ વગર લાકડાં ભરેલ ટ્રક પકડી રૂ. ૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
શહેરા તાલુકામાં વનવિભાગે ગેરકાયદે લાકડાની હેરાફેરીને અંકુશમાં લેવા માટે શરૂ કરેલી કડક કાર્યવાહીનો એક વધુ પ્રકરણ સામે આવ્યું છે. પરિક્ષેત્ર વન અધિકારી રોહિત પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ગુરૂવારની મધરાત્રી દરમિયાન શહેરાથી અણીયાદ રોડ પર પેટ્રોલીંગ દરમિયાન પાસ-પરમીટ વગર લીમડાના લાકડાં ભરેલ એક ટ્રકને ઝડપી પાડી હતી. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને રૂ. ૪…
 
								 
			 
			 
			 
			 
			 
			