આંધ્ર પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવાએ મચાવ્યો ખળભળાટ: 421 પંપો તાત્કાલિક બંધ, પેનિક બાયિંગથી પુરવઠા પર દબાણ
આંધ્ર પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા ફેલાતા રાજ્યભરમાં અચાનક ભારે ગભરાટનો માહોલ સર્જાયો છે. લોકોમાં “ઇંધણ ખૂટી જશે” તેવી આશંકાથી પેનિક બાયિંગ શરૂ થતાં અનેક પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની કે રાજ્યના કુલ 4,510 આઉટલેટ્સમાંથી અંદાજે 421 પેટ્રોલ પંપોને તાત્કાલિક કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી છે….