સુભાષ શાક માર્કેટના વેપારીઓનો આક્રોશ: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મનમાની સામે ઉઠ્યો રોષ, ૨૦ દિવસથી માર્કેટ બંધ છતાં ગંદકી-ટ્રાફિક સમસ્યા યથાવત
જામનગર શહેરના મધ્ય ભાગમાં આવેલું સુભાષ શાક માર્કેટ એક સમય શહેરના દૈનિક જીવનનું હ્રદય ગણાતું હતું. અહીં દરરોજ સવારથી સાંજ સુધી સેકડો વેપારીઓ, ગ્રાહકો અને માલગાડીઓની અવરજવર રહેતી. પરંતુ છેલ્લા ૨૦ દિવસથી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા આ માર્કેટ અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ ગંદકી, ટ્રાફિક જામ અને શહેરના સ્વચ્છતા અભિયાનના હિતમાં આ…