કેશોદના અજાબ ગામમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ: પોક્સો હેઠળ ગુનો નોંધાતા ચકચાર.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પાડોશમાં રહેતા યુવક દ્વારા સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. સગીરાના વાલી દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ…