“વિશ્વાસઘાતનો ખેલ!” – લાલપુરના પડાણા ગામે ખાનગી કંપનીના એડમીન દ્વારા 2.44 લાખની ઉચાપત, પોલીસ ફરિયાદ બાદ ચકચાર
જામનગર જિલ્લામાં ફરી એકવાર આર્થિક છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે કાર્યરત એક ખાનગી કંપનીમાં વિશ્વાસઘાતનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીના જ એચઆર અને એડમીન તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વારા કંપનીના નાણાંમાં ગેરરીતિ કરીને રૂપિયા 2,44,557 ની ઉચાપત કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ બનાવ બાદ કંપનીના અન્ય…