“કચરાવાહનમાંથી સંભળાયો લોકશાહીનો અવાજ” : જામનગરમાં વેસ્ટ કલેક્શન વાહનો દ્વારા મતદાન જાગૃતિની અનોખી પહેલ.
જામનગર શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદારોમાં જાગૃતિ ફેલાવવા માટે તંત્ર દ્વારા એક નવીન અને સર્જનાત્મક પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના દરેક ખૂણે પહોંચતા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાહનો હવે માત્ર કચરો એકત્રિત કરવા પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ તેઓ લોકશાહીનું મહત્વ સમજાવતું એક ચાલતું-ફરતું જાગૃતિ માધ્યમ બની ગયા છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આ…