હરણી બોટ કાંડ પછી પણ તંત્ર નિર્દય? બેટ દ્વારકામાં ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓનો ખુલ્લો ખેલ – પ્રશાસનની મૌન સંમતિ કે ‘આશીર્વાદી અનૈતિકતા’?
વડોદરાની હરણી બોટ દુર્ઘટનાની ભયાનક યાદો આજે પણ ગુજરાતના જનમાનસને હચમચાવી રહી છે. અનેક નિર્દોષ લોકોના જીવ ગયા, પરિવારો ઉજરડા થયા અને તંત્રની બેદરકારી પર દેશભરમાં સવાલો ઊઠ્યા. એ ઘટનાના બાદ રાજ્ય સરકારે દરિયાઈ અને જળક્રીડા પ્રવૃત્તિઓ માટે કડક નિયમો અને પ્રતિબંધોની જાહેરાત કરી હતી. પરંતુ આ બધું માત્ર કાગળ પર જ સીમિત રહી ગયું…