લાંચ સામે જાગૃત નાગરિકની જીત! મેંદરડામાં ACBનો સફળ ટ્રેપ – TDO તુષાર રાદડીયા રૂ.80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં લાંચ અને ભ્રષ્ટાચાર સામે રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવેલી “ઝીરો ટોલરન્સ”ની નીતિને ફરી એકવાર મજબૂતી મળતી ઘટના જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સામે આવી છે. એક જાગૃત નાગરિકની હિંમત અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ચોક્કસ આયોજનબદ્ધ કામગીરીના પરિણામે તાલુકા પંચાયત કચેરીમાં જ બેઠેલા TDO (વર્ગ-૨) અધિકારીને રૂ.80,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આ સમગ્ર…