સમી શહેરમાં એક્ટિવા પર દારૂ વહન કરતો બુટલેગર ઝડપાયો: સોશિયલ મિડિયામાં વાયરલ વીડિયો બાદ પોલીસ હરકતમાં આવી, રાજસ્થાનથી સપ્લાય થતો દારૂનો પર્દાફાશ
પાટણ, પ્રતિનિધિ: પાટણ જિલ્લાના સમી શહેરમાં બુટલેગિંગની પ્રવૃત્તિએ ફરી એકવાર માથું ઊંચકતાં સ્થાનિક લોકલ પોલીસ દ્રઢ કાર્યવાહીમાં ઉતરી છે. શહેરમાં એક્ટિવા સ્કૂટર પરથી દારૂની હોમ ડિલિવરી કરતો એક બુટલેગર ઝડપાયા બાદ ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને આ સમગ્ર મામલો ત્યારે પોલીસના ધ્યાનમાં આવ્યો જ્યારે બુટલેગરના કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વીડિયોમાં તે એક્ટિવા…