જાહેરાત
તાજા સમાચાર
18 ઓક્ટોબર, રવિવારનું રાશિફળ. | રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૭૭ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

રાશિફળ આજનું રાશિફળ: જાણો તા. 06 જુલાઈ, સોમવાર અને જેઠ વદ છઠનું ભવિષ્યફળ.

આજનું રાશિફળ: જાણો તા. 06 જુલાઈ, સોમવાર અને જેઠ વદ છઠનું ભવિષ્યફળ.

વૃશ્ચિક સહિત બે રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ માનવામાં આવે છે. યશ, પદ અને ધનમાં વૃદ્ધિના યોગ છે, જ્યારે નાણાકીય રોકાણ અને વ્યવહારમાં પણ અનુકૂળ પરિણામ મળી શકે છે. જાણો તમામ 12 રાશિનું વિગતવાર રાશિફળ...

મેષ (અ, લ, ઈ)

આજે તન, મન, ધન અને વાહન સંબંધિત બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર રહેશે. પારિવારિક મુદ્દાઓને કારણે મનમાં ચિંતા રહી શકે છે. ઉતાવળ ટાળીને શાંતિપૂર્વક દિવસ પસાર કરવો લાભદાયક રહેશે.

શુભ રંગ: મરૂન
શુભ અંક: ૨, ૯

વૃષભ (બ, વ, ઉ)

દેશ-વિદેશ, આયાત-નિકાસ અથવા વેપાર સાથે જોડાયેલા કાર્યોમાં અનુકૂળતા મળશે. ભાઈ-ભાંડુ સંબંધિત કેટલીક ચિંતાઓ રહી શકે, પરંતુ કાર્યક્ષેત્રમાં પ્રગતિના સંકેતો છે.

શુભ રંગ: મેંદી
શુભ અંક: ૪, ૬

મિથુન (ક, છ, ધ)

દિવસની શરૂઆતથી જ અનેક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. સામાજિક અને વ્યવહારિક જવાબદારીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. સમયનું યોગ્ય આયોજન લાભદાયક રહેશે.

શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૭, ૮

કર્ક (ડ, હ)

આજે અટકેલા કાર્યોમાં અચાનક અનુકૂળતા મળવાથી મહત્વપૂર્ણ કામ ઝડપથી પૂર્ણ થઈ શકે છે. ધાર્મિક કે શુભ પ્રસંગોમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે.

શુભ રંગ: લાલ
શુભ અંક: ૮, ૩

સિંહ (મ, ટ)

કોર્ટ-કચેરી અથવા કાનૂની બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. વાદ-વિવાદ અને ગેરસમજથી દૂર રહો. શાંતિ અને ધીરજથી કામ લેશો તો મુશ્કેલીઓ ઓછી થશે.

શુભ રંગ: લીલો
શુભ અંક: ૬, ૧

કન્યા (પ, ઠ, ણ)

તમારી યોજના મુજબ કાર્યો સફળ થતાં આનંદની લાગણી રહેશે. સરકારી અથવા રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં સારા પરિણામ મળી શકે છે.

શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૯, ૩

તુલા (ર, ત)

નાણાકીય રોકાણ અને વ્યવહાર માટે દિવસ અનુકૂળ રહેશે. અટકેલા કામનો ઉકેલ આવશે અને વેપાર-ધંધામાં આવકમાં વધારો થવાની શક્યતા છે.

શુભ રંગ: સફેદ
શુભ અંક: ૭, ૮

વૃશ્ચિક (ન, ય)

આજે યશ, પદ અને ધનમાં વૃદ્ધિના મજબૂત યોગ છે. મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. વિદેશ અથવા દૂરના સ્થળ સાથે જોડાયેલા કાર્યોમાં પણ પ્રગતિના સંકેત છે.

શુભ રંગ: પીચ
શુભ અંક: ૪, ૭

ધન (ભ, ધ, ફ, ઢ)

કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણો અને વિલંબ અનુભવાઈ શકે છે. ગુસ્સો કે ઉતાવળ ટાળીને શાંતિથી નિર્ણય લેશો તો પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે.

શુભ રંગ: લીલો
શુભ અંક: ૫, ૮

મકર (ખ, જ)

લાંબા સમયથી અટકેલા કાર્યો ધીમે-ધીમે આગળ વધશે. સંતાન સંબંધિત ચિંતા ઓછી થશે અને મનમાં રાહતનો અનુભવ થશે.

શુભ રંગ: પીળો
શુભ અંક: ૩, ૧

કુંભ (ગ, શ, સ)

દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે, પરંતુ પછી પરિસ્થિતિ અનુકૂળ બનશે. કોર્ટ-કચેરીના કામમાં દોડધામ અને ખર્ચ વધી શકે છે.

શુભ રંગ: લાલ
શુભ અંક: ૨, ૮

મીન (દ, ચ, ઝ, થ)

આજે ધીમે-ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં બનતી જશે. મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થતાં રાહત મળશે અને મોટા નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ રહેશે.

શુભ રંગ: કેસરી
શુભ અંક: ૩, ૯

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ