જાહેરાત
તાજા સમાચાર
હોર્મુઝમાં ફરી તણાવ: ઈરાનનો 3 ઓઇલ ટેન્કરોને રોક્યાનો દાવો, વૈશ્વિક તેલ પુરવઠા પર ચિંતાના વાદળ. | રાજકોટમાં હાઇકોર્ટ બેંચની માંગ તેજ: જામનગર વકીલ મંડળ પણ આંદોલનમાં જોડાયું, આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે. | બનાસકાંઠામાં ST બસ અને રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, 3ના મોત; 6 ઈજાગ્રસ્ત. | શેરબજારમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,200ની ઉપર પહોંચ્યો. | તારીખ : ૨૯/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | જાણો, તા. ૨૯ જુલાઈ, બુધવાર અને અષાઢ સુદ પૂનમનું રાશિફળ. | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૧ : અર્જુન વિશાદ યોગ શ્લોક ૪૪ | અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં મોટું અપડેટ, સપ્ટેમ્બર સુધી પ્રાથમિક તપાસ રિપોર્ટ આવવાની શક્યતા | 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં રેકોર્ડબ્રેક 10 મેડલ જીતી સુરતનું ગૌરવ વધાર્યું. | કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક ગોલ્ડ, શર્મિલા ધનખડે પેરા-એથ્લેટિક્સમાં રચ્યો નવો ઇતિહાસ |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૫૩ વાર જોવાયેલ એક દિવસ પેહલા

રાશિફળ જાણો, તા. ૨૮ જુલાઈ, મંગળવાર અને અષાઢ સુદ ચૌદશનું રાશિફળ.

જાણો, તા. ૨૮ જુલાઈ, મંગળવાર અને અષાઢ સુદ ચૌદશનું રાશિફળ.

🌟 કુંભ સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ તથા ધારણા પ્રમાણેનું ફળ મળે

♈ મેષ (અ, લ, ઈ)
અટવાયેલા કામોનો ધીમે-ધીમે ઉકેલ આવશે. બપોર બાદ પરિસ્થિતિ અનુકૂળ બનતાં રાહતનો અનુભવ થશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૮-૫

♉ વૃષભ (બ, વ, ઉ)
હરીફો અથવા ઈર્ષાળુ લોકો મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. ખર્ચ અને ખરીદીમાં સાવચેતી રાખવી.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૬-૩

♊ મિથુન (ક, છ, ધ)
અગત્યના કામોમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. મહત્વના નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ છે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૪-૨

♋ કર્ક (ડ, હ)
આજે તન, મન, ધન અને વાહન બાબતે સાવધાની રાખવી. પારિવારિક પ્રશ્નોને કારણે ચિંતા થઈ શકે.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૬-૯

♌ સિંહ (મ, ટ)
નોકરી-ધંધાના કામે બહારગામ જવાનું બની શકે છે. મહત્વની મુલાકાતો લાભદાયી રહેશે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૨-૭

♍ કન્યા (પ, ઠ, ણ)
દિવસની શરૂઆતથી જ વિવિધ કાર્યોમાં વ્યસ્તતા રહેશે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત કાર્ય આગળ વધી શકે.
શુભ રંગ: ગ્રે | શુભ અંક: ૮-૫

♎ તુલા (ર, ત)
કામકાજમાં સરળતા આવતાં દોડધામમાં ઘટાડો થશે. સિઝનલ ધંધામાં અચાનક સારી આવક થઈ શકે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૪-૧

♏ વૃશ્ચિક (ન, ય)
સરકારી અથવા ખાતાકીય કામોમાં વિલંબ અને અવરોધ આવી શકે છે. નાણાકીય ભીડનો અનુભવ થશે.
શુભ રંગ: વાદળી | શુભ અંક: ૬-૪

♐ ધન (ભ, ધ, ફ, ઢ)
ધારણા મુજબ કામ પૂરાં થતાં ઉત્સાહ વધશે. ધાર્મિક અને શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ રહેશે.
શુભ રંગ: પિસ્તા | શુભ અંક: ૮-૨

♑ મકર (ખ, જ)
ધંધા અને નોકરીમાં સાનુકૂળતા રહેશે. આવકમાં વધારો થઈ શકે છે અને વ્યવહારિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૯-૪

♒ કુંભ (ગ, શ, સ)
યશ, પદ અને ધનમાં વૃદ્ધિના યોગ છે. ભાઈ-ભાંડુનો સહકાર મળતાં મહત્વના કાર્યોમાં સફળતા મળશે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૬-૫

♓ મીન (દ, ચ, ઝ, થ)
કામકાજમાં પ્રતિકૂળતા અનુભવાઈ શકે છે. ઉતાવળ ટાળીને ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૩-૭

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ