મારું શહેર જામજોધપુરમાં ગૌવધ પર પ્રતિબંધની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું.
જામજોધપુર: સમગ્ર દેશમાં ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે જામજોધપુરમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જામજોધપુર શહેર પાંજરાપોળના પ્રમુખ સી.એમ. વાછાણી, ટ્રસ્ટી જયસુખભાઈ વડાલીયા, ગૌશાળા પ્રમુખ કાન્તીભાઈ રામોલીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીતુભાઈ વાછાણી, કડીવાર સાહેબ, રમેશગીરી ગોસ્વામી સહિત સમાજ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌવંશનું સંરક્ષણ ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનો મહત્વનો ભાગ છે. તેથી સમગ્ર દેશમાં ગૌવધ પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે અને ગૌવંશના સંરક્ષણ માટે વધુ અસરકારક કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત આગેવાનોએ સરકારને ગૌવંશના સંરક્ષણ માટે જરૂરી પગલાં ભરવા તેમજ ગેરકાયદે ગૌવધ અને પશુઓની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ગૌપ્રેમીઓએ હાજરી આપી ગૌ સંરક્ષણ માટે એકજૂટ થઈ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.