જાહેરાત
તાજા સમાચાર
ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ, નિયંત્રણ માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ | ગુજરાતમાં મેઘમહેર: આજે 109 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત | વાહન માલિકી ટ્રાન્સફર અને NOCની પ્રક્રિયામાં મોટો ફેરફાર, હવે આધાર લિંક ફરજિયાત | જેપી નડ્ડાના નિવાસસ્થાને CJP પ્રતિનિધિમંડળની 10 મિનિટ બેઠક, ‘સંસદ માર્ચ’ વચ્ચે સરકાર સમક્ષ રજૂ કરી માંગણીઓ | ત્રિપુરાના DGP અનુરાગ ધનખડનું શંકાસ્પદ સંજોગોમાં મોત, પોલીસ હેડક્વાર્ટરમાંથી મળ્યો મૃતદેહ | જામનગરમાં ફૂડ સેફ્ટી વિભાગની ત્રાટક કાર્યવાહી: 41 વેપારી એકમોની તપાસ, 68 કિલો વાસી ખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરાયો. | ભારતમાં ડેન્ગ્યુ સામે મોટી સફળતા: DCGIએ તાકેડાની QDENGA રસીને આપી મંજૂરી. | રેલવે સલામતીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 8 રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન. | કેશોદ નગરપાલિકામાં ચેમ્બરની નેમપ્લેટને લઈને ચર્ચા: ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરપર્સનનું નામ બદલાતા સર્જાયું કૌતુક. | જામનગર જિલ્લા માહિતી કચેરીમાં સુશ્રી માનસી ધારવિયાનું ભાવભર્યું વિદાયમાન, પી.એસ.આઇ. તરીકે નિમણૂક બદલ પાઠવાઈ શુભેચ્છાઓ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૬૨ વાર જોવાયેલ 19 કલાક પેહલા

મારું શહેર જામનગરમાં કેનાલ પરના દબાણ સામે JMCની કાર્યવાહી, નાગનાથ ગેટ વિસ્તારમાં બુલડોઝર ફેરવાયું.

જામનગરમાં કેનાલ પરના દબાણ સામે JMCની કાર્યવાહી, નાગનાથ ગેટ વિસ્તારમાં બુલડોઝર ફેરવાયું.

જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા શહેરમાં દબાણ દૂર કરવાની ઝુંબેશ હેઠળ આજે નાગનાથ ગેટ સમશાન ચોકડીથી આગળ સ્મશાનની બાજુમાં આવેલી કેનાલ પર ગેરકાયદેસર રીતે બનાવાયેલા મકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

JMCની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી બુલડોઝરની મદદથી કેનાલ ઉપર બાંધવામાં આવેલા બે કાચા અને બે પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સલામતીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા.

 

અધિકારીઓના જણાવ્યા મુજબ આ કામગીરી બાદ કેનાલ ઉપરથી અંદાજે 2,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે, જેથી વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન રહે અને ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યા અટકાવી શકાય.

JMCના આ દબાણ હટાવ અભિયાન દરમિયાન સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં જાહેર મિલકત, કેનાલ, રોડ અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ