જાહેરાત
તાજા સમાચાર
ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 56 લોકોનાં મોત | પાકિસ્તાનમાં આત્મઘાતી આતંકી હુમલો, 12 સૈનિકો સહિત 15નાં મોત; જવાબી કાર્યવાહીમાં 12 આતંકવાદી ઠાર | હોર્મુઝમાં ફરી ઓઈલ ટેન્કર પર મિસાઇલ હુમલો: 28 ભારતીય નાવિકો સુરક્ષિત, ભારતીય દૂતાવાસે શરૂ કરી સતત દેખરેખ. | 26 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુકનો આક્રોશ, 'ડીલ'ના આરોપો પર આપ્યો સણસણતો જવાબ | ભારે વરસાદ વચ્ચે મીડિયાની જનસેવાને મુખ્યમંત્રીનો સલામ, ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર | જૂતામાં છુપાવી TETનું પ્રશ્નપત્ર બહાર લાવ્યું! ₹1.5 કરોડમાં વેચવાના કાવતરાનો પર્દાફાશ, માસ્ટરમાઇન્ડ બિહારથી ઝડપાયો. | ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: વાવ-થરાદ અને વલસાડમાં સૌથી વધુ વરસાદ, માત્ર 4 કલાકમાં 139 તાલુકા ભીંજાયા. | મોરબીમાં મચ્છુ-2 ડેમ છલકાયો: 100% ભરાતા 4 દરવાજા 7 ફૂટ ખોલાયા, 29 ગામોને એલર્ટ. | ₹89 કરોડના સાદરા-અલુવા બ્રિજના એપ્રોચ રોડમાં લોકાર્પણના 48 કલાકમાં જ ગાબડું. | તારીખ : ૨૫/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૫ વાર જોવાયેલ 2 કલાક પેહલા

મારું શહેર ₹89 કરોડના સાદરા-અલુવા બ્રિજના એપ્રોચ રોડમાં લોકાર્પણના 48 કલાકમાં જ ગાબડું.

₹89 કરોડના સાદરા-અલુવા બ્રિજના એપ્રોચ રોડમાં લોકાર્પણના 48 કલાકમાં જ ગાબડું.

ભારે વરસાદે કામગીરીની ગુણવત્તા પર ઊભા કર્યા સવાલ

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સાદરા અને અલુવા ગામને જોડવા માટે સાબરમતી નદી પર અંદાજે ₹89 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા બ્રિજના લોકાર્પણના માત્ર 48 કલાકમાં જ એપ્રોચ રોડ પર ગાબડું પડતાં વિકાસકાર્યોની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ભારે વરસાદ બાદ રોડની માટી ધસી જતાં સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે રોષની લાગણી જોવા મળી રહી છે.

આ બ્રિજનું 21 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઓનલાઈન ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ પર ઉપસ્થિત રહી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમયથી આ બ્રિજની રાહ જોઈ રહેલા સ્થાનિકો માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થવાનો હતો, પરંતુ લોકાર્પણના બે દિવસમાં જ સર્જાયેલી પરિસ્થિતિએ અનેક સવાલો ઊભા કર્યા છે.

મળતી માહિતી મુજબ 23 જુલાઈએ વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ બ્રિજને જોડતા અલુવા તરફના એપ્રોચ રોડ પર ભરાયેલી માટી ધસી ગઈ હતી. જેના કારણે રોડનો એક ભાગ બેસી જતાં મોટું ગાબડું પડી ગયું હતું. સદનસીબે કોઈ અકસ્માત સર્જાયો ન હતો, પરંતુ વાહનચાલકો માટે જોખમ ઊભું થતાં તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવી પડી હતી.

ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો સ્થળ પર દોડી આવ્યા હતા. સચિવાલય સુધી મામલો પહોંચતાં સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. અકસ્માત ટાળવા માટે બ્રિજ પરનો વાહનવ્યવહાર વન-વે કરવામાં આવ્યો હતો અને સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

પુલના સુપરવાઈઝરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે એપ્રોચ રોડ પર નવી માટી ભરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે પાણી માટીમાં ઉતરતાં તે બેસી ગઈ હતી અને તેના કારણે રોડ પર ગાબડું પડ્યું હતું. તેમણે જણાવ્યું કે વરસાદની સ્થિતિ સામાન્ય બન્યા બાદ રોડનું કાયમી સમારકામ કરીને તેને સંપૂર્ણપણે પૂર્વવત કરવામાં આવશે.

હાલમાં ગાબડામાં માટી ભરીને પ્રાથમિક સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે, નવા બનેલા કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં લોકાર્પણના ગણતરીના દિવસોમાં આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકો ગુણવત્તા નિયંત્રણ, બાંધકામની પ્રક્રિયા અને દેખરેખ અંગે પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે. હવે તંત્ર કાયમી ઉકેલ સાથે લોકોનો વિશ્વાસ ફરી જીતે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ