જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૫૪ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર ખીમલીયા, નારણપર અને ચેલા ગામની કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 2.78 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ કિશોર ઝડપાયા.

ખીમલીયા, નારણપર અને ચેલા ગામની કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 2.78 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ કિશોર ઝડપાયા.

જામનગર: ખીમલીયા, નારણપર અને ચેલા ગામની સીમમાં ખેડૂતોની વાડીઓમાંથી ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયર ચોરીના બનાવોનો ભેદ ઉકેલી પંચકોશી 'બી' ડિવિઝન પોલીસે ત્રણ કાયદા સાથે સંઘર્ષિત કિશોરોને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં વપરાયેલ છકડા રિક્ષા સહિત રૂ. 2,78,650નો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક **નિર્લિપ્ત રાય (IPS)**ના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના નિર્દેશ મુજબ જિલ્લામાં વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર-લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા સાહેબના માર્ગદર્શન હેઠળ પંચકોશી 'બી' ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડની ટીમે તપાસ આગળ વધારી હતી.

પંચકોશી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ અલગ-અલગ ચોરીના ગુનાઓની તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે ત્રણ શખ્સો દરેડ GIDC રેસિડેન્સ ઝોન વિસ્તારમાં છકડા રિક્ષામાં ચોરી કરેલા કેબલ વાયર વેચવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્રણ કિશોરોને ઝડપી પાડ્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખીમલીયા, નારણપર અને ચેલા ગામની વાડીઓમાંથી ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયર ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેમની પાસેથી કુલ 2,445 ફૂટ કેબલ વાયર, જેમાં 6 એમએમ, 4 એમએમ અને 2.5 એમએમના વાયર, તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ છકડા રિક્ષા (GJ-03-Z-5008) કબજે કરી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2,08,650 કિંમતના કેબલ વાયર અને રૂ. 70,000 કિંમતની છકડા રિક્ષા સહિત કુલ રૂ. 2,78,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ચોરીના અન્ય બનાવોમાં તેમની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અને ચોરીના બનાવોને રોકવા માટે સઘન પેટ્રોલિંગ, સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કના આધારે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ