જાહેરાત
તાજા સમાચાર
બેટ દ્વારકામાં દ્વારકાધીશ-તુલસી માતાના તુલસી વિવાહની ભવ્ય ઉજવણી | ગોંડલ યાર્ડમાં ડુંગળીની મબલખ આવકથી ભાવમાં ઘટાડો, ખેડૂતોની ચિંતા વધી | દિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો, વન વિભાગને ₹1.59 કરોડની આવક | ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો, પાંચમા દિવસે મેચનું પરિણામ આવ્યું નહીં | શેરબજારમાં ભારે ઉથલપાથલ: સેન્સેક્સ 1,452 પોઈન્ટ ગબડ્યો | ગિરનાર લીલી પરિક્રમામાં પરિક્રમાર્થીઓની સંખ્યા ઘટીને 7 લાખે પહોંચી | નવા 9 મહાનગરોને વિકાસની નવી ભેટ, મનપાઓને મફતમાં મળશે સરકારી જમીન | ઉત્તર-પૂર્વના ઠંડા પવનોથી ગુજરાત ઠંડુગાર, નલિયામાં 11 ડિગ્રી તાપમાન | ભાણવડમાં પ્રથમ વખત કઠિન ચિવર દાન મહોત્સવની ભવ્ય ઉજવણી | સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી, ઘટાડાને બ્રેક! |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૩૫ વાર જોવાયેલ • 5 કલાક પેહલા

ક્રાઇમ ધ્રોલ પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી: 72 હજાર વિદેશી દારૂની બોટલો સાથે રૂ. 82 લાખનો મુદ્દામાલ કબજે

ધ્રોલ પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી: 72 હજાર વિદેશી દારૂની બોટલો સાથે રૂ. 82 લાખનો મુદ્દામાલ કબજે

 

જામનગર જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય (IPS)ની સૂચના અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચરની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન રાજકોટ તરફથી એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જામનગર તરફ લઈ જવામાં આવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.

પોલીસને મળેલી બાતમી મુજબનો ટ્રક સોયલ ટોલનાકા પાસેથી પસાર થતાં જ પોલીસે તેને રોકી તલાશી હાથ ધરી હતી. ટ્રકની તપાસ દરમિયાન વિદેશી દારૂની નાની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં કુલ 72,000 નાની બોટલો મળી આવી હતી, જેનો જથ્થો 1,500 પેટીમાં ભરેલો હતો. પોલીસે સમગ્ર દારૂનો જથ્થો ટ્રક સહિત કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન ટ્રકચાલક ભગીરથ ઉર્ફે ભગો નાથાભાઈ કટારા (ઉંમર 23 વર્ષ, રહે. બાવળવાવ ગામ, તા. જી. પોરબંદર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 82,05,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં વિદેશી દારૂની 72,000 નાની બોટલોની કિંમત રૂ. 72 લાખ, ટાટા કંપનીના ટ્રક નંબર GJ-25-U-8811ની કિંમત રૂ. 10 લાખ, એક મોબાઇલ ફોનની કિંમત રૂ. 5,000 તેમજ બે તાડપત્રી અને દોરડાની કિંમત રૂ. 500નો સમાવેશ થાય છે. આમ, દારૂના જથ્થા સાથે વાહન સહિતનો મોટો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો છે. આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડાતાં હેરાફેરીના નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ કેસમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે આલાભાઈ ખીમાભાઈ કોડીયાતર અને પોપટ આલાભાઈ કોડીયાતર (બંને રહે. રાણપર, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા)નાં નામ સામે આવ્યાં છે. જ્યારે રાજસ્થાનના ભીલવાડા ખાતે રહેતા રાજુભાઈ મારવાડીનું નામ દારૂનો જથ્થો મોકલનાર તરીકે ખુલ્યું છે. આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે સહિતની કડીઓ મેળવવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ધ્રોલ પોલીસની આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કે. મકવાણા, કલ્પેશભાઈ ડી. કામરીયા, હરદેવસિંહ જે. જાડેજા, લાખાભાઈ એલ. સોઢિયા, વીરભદ્રસિંહ એમ. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ ચંદુભા જાડેજા, નાગજીભાઈ પુંજાભાઈ ગમારા અને ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજા જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં 72 હજાર બોટલોનો જથ્થો ઝડપાતાં દારૂની હેરાફેરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. હાલ ઝડપાયેલા ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ