જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૫૧ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

રાશિફળ જાણો, તા. ૧૦ ઓગસ્ટ, સોમવાર અને અષાઢ વદ બારસનું રાશિફળ.

જાણો, તા. ૧૦ ઓગસ્ટ, સોમવાર અને અષાઢ વદ બારસનું રાશિફળ.

આજનું વિશેષ રાશિફળ: કર્ક સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી ઉત્સાહ વધશે, જ્યારે રાજકીય-સામાજિક કામકાજ અંગે મહત્વની મુલાકાત થવાની શક્યતા છે.

♈ મેષ (અ-લ-ઈ)
દિવસની શરૂઆતથી જ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડી શકે છે. સામાજિક અને વ્યવહારિક કામકાજમાં સક્રિયતા રહેશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૭-૯

♉ વૃષભ (બ-વ-ઉ)
આપના કામની કદર અને પ્રશંસા થવાથી આનંદ અનુભવશો. સંતાન સંબંધિત પ્રશ્નોમાં ચિંતા અને પરેશાની ઓછી થવાની શક્યતા છે.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૨-૪

♊ મિથુન (ક-છ-ધ)
કોર્ટ-કચેરી સંબંધિત કામકાજમાં મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. ઉતાવળથી નિર્ણય ન લેવો. વાદ-વિવાદ, ગેરસમજ અને મનદુઃખથી સાવચેત રહેવું.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૨-૬

♋ કર્ક (ડ-હ)
આપની ગણતરી અને ધારણા પ્રમાણે કામ પૂર્ણ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધશે. રાજકીય કે સામાજિક કામકાજને લઈને મહત્વની મુલાકાત થઈ શકે છે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૫-૪

♌ સિંહ (મ-ટ)
કામકાજમાં સરળતા અનુભવાશે. નાણાકીય રોકાણ અને વ્યવહાર સંબંધિત કાર્યોમાં સાનુકૂળતા મળી શકે છે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૩-૧

♍ કન્યા (પ-ઠ-ણ)
યશ, પદ અને ધનમાં વધારો થાય તેવી કાર્યરચના બનવાથી આનંદ અનુભવશો. પરદેશ સંબંધિત કામકાજમાં સરળતા રહેશે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૨-૬

♎ તુલા (ર-ત)
નોકરી-ધંધાના સ્થળે હોવ તો ઘર-પરિવારની ચિંતા અને ઘરે હોવ તો કામકાજની ચિંતા સતાવી શકે છે. મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૫-૯

♏ વૃશ્ચિક (ન-ય)
તમારી મહેનત, બુદ્ધિ, આવડત અને અનુભવથી કામનો ઉકેલ લાવી શકશો. વાણીમાં મીઠાશ રાખવાથી લાભ અને ફાયદો થઈ શકે છે.
શુભ રંગ: મેંદી | શુભ અંક: ૬-૮

♐ ધન (ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધાના નિયમિત કામની સાથે વધારાનું કામ આવી જતાં કાર્યભાર વધી શકે છે. સહકર્મીઓનું કામ પણ સંભાળવું પડી શકે છે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૭-૫

♑ મકર (ખ-જ)
અગત્યના કામનો ઉકેલ મળવાથી આનંદ અનુભવશો. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો આજે લઈ શકાય છે.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૪-૯

♒ કુંભ (ગ-શ-સ)
તન, મન, ધન અને વાહન બાબતે સાવચેતી રાખીને શાંતિપૂર્વક દિવસ પસાર કરવો. કૌટુંબિક અને પારિવારિક પ્રશ્નોને લઈને ચિંતા થઈ શકે છે.
શુભ રંગ: વાદળી | શુભ અંક: ૩-૬

♓ મીન (દ-ચ-ઝ-થ)
દેશ-પરદેશના કામકાજ તેમજ આયાત-નિકાસના વ્યવહારમાં સાનુકૂળતા મળી શકે છે. ધર્મકાર્ય અને શુભ પ્રસંગોથી મનમાં પ્રસન્નતા રહેશે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૩-૬

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ