જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૦૪ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

રાશિફળ જાણો, તા. 24 ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ.

જાણો, તા. 24 ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ.

મકર સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થઈ શકે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે

મેષ:
હરવા-ફરવા અને કામકાજમાં વ્યસ્ત રહેવા છતાં મનને શાંતિ-રાહત ન જણાય. મિત્રવર્ગ સાથેના વાદ-વિવાદથી સંભાળવું.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: 1-6

વૃષભ:
મહેનત, અનુભવ, આવડત અને બુદ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
શુભ રંગ: મેંદી | શુભ અંક: 2-4

મિથુન:
નોકરી-ધંધાના કામની સાથે વધારાનું કામ આવી જતાં કાર્યભાર વધી શકે. સહકર્મીનું કામ પણ સંભાળવું પડે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: 7-5

કર્ક:
કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર થાય. ધર્મકાર્ય અને શુભકાર્ય થઈ શકે. મિલન-મુલાકાતના યોગ છે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: 3-9

સિંહ:
દિવસ દરમિયાન સુસ્તી, બેચેની, થાક અને કંટાળો અનુભવાય. સિઝનલ તથા વાયરલ બીમારીથી સાવધ રહેવું.
શુભ રંગ: લાલ | શુભ અંક: 6-8

કન્યા:
નોકરી-ધંધાના કામ માટે બહારગામ જવાનું બને. અગત્યની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
શુભ રંગ: લીલો | શુભ અંક: 2-7

તુલા:
દિવસના પ્રારંભથી સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ધીમે ધીમે કામનો ઉકેલ આવતાં રાહત અનુભવાય.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: 4-1

વૃશ્ચિક:
કામમાં સાનુકૂળતા રહે. દોડધામ અને શ્રમમાં ઘટાડો થાય. આપના કામની કદર અને પ્રશંસા થઈ શકે.
શુભ રંગ: લવંડર | શુભ અંક: 8-4

ધન:
કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ ન કરવી. નાણાકીય રોકાણ અને વ્યવહારના કામમાં સાવધાની રાખવી.
શુભ રંગ: સફેદ | શુભ અંક: 5-9

મકર:
ગણતરી અને ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ અનુભવાય. રાજકીય અને સરકારી કામકાજ થઈ શકે.
શુભ રંગ: લીલો | શુભ અંક: 3-6

કુંભ:
કામકાજમાં સાનુકૂળતા રહે. ધંધામાં ગ્રાહકી આવી શકે. સામાજિક અને વ્યવહારિક કામકાજમાં વ્યસ્તતા રહે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: 1-4

મીન:
યશ, પદ અને ધનમાં વધારો થાય તેવું કામકાજ થતાં આનંદ અનુભવાય. પરદેશ સંબંધિત કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: 7-8

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ