જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૫૪ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

રાશિફળ જાણો, તા. ૦૯ ઓગસ્ટ, રવિવાર અને અષાઢ વદ અગિયારસનું રાશિફળ.

જાણો, તા. ૦૯ ઓગસ્ટ, રવિવાર અને અષાઢ વદ અગિયારસનું રાશિફળ.

વૃષભ સહિત ત્રણ રાશિના જાતકોને દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જણાય. બદલી-બઢતીના કામમાં પ્રગતિ જણાય.

♈ મેષ: અ-લ-ઈ

જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા મળી રહે. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૮-૪

♉ વૃષભ: બ-વ-ઉ

આપના દોડધામ-શ્રમમાં ધીરે ધીરે ઘટાડો થતો જાય. સંતાનના સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૫-૭

♊ મિથુન: ક-છ-ધ

રાજકીય-સરકારી અને ખાતાકીય કામ અંગે દોડધામ રહે. કામમાં અડચણ આવવાથી ચિંતા રહે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૬-૧

♋ કર્ક: ડ-હ

આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૪-૭

♌ સિંહ: મ-ટ

આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવે.
શુભ રંગ: મેંદી | શુભ અંક: ૮-૫

♍ કન્યા: પ-ઠ-ણ

આપના કામમાં ઉપરીવર્ગ, સહકાર્યવર્ગ તથા નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૩-૯

♎ તુલા: ર-ત

આપ હરો-ફરો અને કામકાજ કરો, પરંતુ હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા રહે.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૪-૮

♏ વૃશ્ચિક: ન-ય

આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
શુભ રંગ: ગ્રે | શુભ અંક: ૬-૯

♐ ધન: ભ-ધ-ફ-ઢ

કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ ધ્યાન રાખવું.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૫-૩

♑ મકર: ખ-જ

આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. જાહેરક્ષેત્ર અને સંસ્થાકીય કામમાં વ્યસ્તતા-દોડધામ રહે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૨-૬

♒ કુંભ: ગ-શ-સ

દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. અસ્વસ્થતાને લીધે કામમાં આળસ રહે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૭-૯

♓ મીન: દ-ચ-ઝ-થ

નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બદલી-બઢતીના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૩-૫

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ