રાશિફળ જાણો, તા. ૨૦ ઓગસ્ટ, ગુરૂવાર અને શ્રાવણ સુદ આઠમનું રાશિફળ.
મકર સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય, બઢતી-બદલીના કામ થાય
♈ મેષ — અ, લ, ઈ
સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું પડશે. ખર્ચ-ખરીદીનો પ્રસંગ બની શકે.
શુભ રંગઃ જાંબલી | શુભ અંકઃ ૫-૧
♉ વૃષભ — બ, વ, ઉ
કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર થશે. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થતાં આનંદ અનુભવાય.
શુભ રંગઃ લીલો | શુભ અંકઃ ૨-૬
♊ મિથુન — ક, છ, ધ
તન-મન-ધન અને વાહન બાબતે સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહેવાની શક્યતા.
શુભ રંગઃ સફેદ | શુભ અંકઃ ૯-૩
♋ કર્ક — ડ, હ
નોકરી-ધંધાના કામકાજ માટે બહાર કે બહારગામ જવાનું બની શકે. ધંધામાં નવી વાતચીત થાય અથવા ઓર્ડર મળી શકે.
શુભ રંગઃ લાલ | શુભ અંકઃ ૨-૭
♌ સિંહ — મ, ટ
દિવસના પ્રારંભથી જ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાનને લગતા કામ થઈ શકે.
શુભ રંગઃ બ્લુ | શુભ અંકઃ ૬-૧
♍ કન્યા — પ, ઠ, ણ
સંતાન સંબંધિત ચિંતા ઓછી થાય. પરદેશને લગતા કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય અથવા શુભકાર્ય થઈ શકે.
શુભ રંગઃ મોરપીંછ | શુભ અંકઃ ૫-૯
♎ તુલા — ર, ત
કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી. કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ કે મુશ્કેલી આવી શકે. ખર્ચ થવાની શક્યતા.
શુભ રંગઃ કેસરી | શુભ અંકઃ ૮-૪
♏ વૃશ્ચિક — ન, ય
ગણતરી અને ધારણા પ્રમાણે કામ થતાં કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાતથી આનંદ રહે.
શુભ રંગઃ ગ્રે | શુભ અંકઃ ૬-૯
♐ ધન — ભ, ધ, ફ, ઢ
કાર્યની સાથે સામાજિક અને વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતાં રાહત અનુભવાય.
શુભ રંગઃ બ્રાઉન | શુભ અંકઃ ૮-૪
♑ મકર — ખ, જ
યશ, પદ અને ધનમાં વધારો થાય તેવી કાર્યરચના બનવાથી આનંદ અનુભવાય. બઢતી-બદલીના કામ થઈ શકે.
શુભ રંગઃ મરૂન | શુભ અંકઃ ૨-૫
♒ કુંભ — ગ, શ, સ
કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાનના કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગને લઈને ચિંતા રહે.
શુભ રંગઃ ગુલાબી | શુભ અંકઃ ૩-૧
♓ મીન — દ, ચ, ઝ, થ
રૂકાવટ અને વિલંબમાં અટવાયેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સિઝનલ ધંધામાં લાભ મળી શકે.
શુભ રંગઃ પીળો | શુભ અંકઃ ૨-૬