જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૩૪ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

રાશિફળ જાણો, તા. ૧૮ ઓગસ્ટ, મંગળવાર અને શ્રાવણ સુદ છઠ્ઠનું રાશિફળ.

જાણો, તા. ૧૮ ઓગસ્ટ, મંગળવાર અને શ્રાવણ સુદ છઠ્ઠનું રાશિફળ.

આજનું રાશિફળ: કુંભ સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કામ થવાથી ઉત્સાહ વધશે, મિલન-મુલાકાત લાભદાયી બની રહેશે

♈ મેષ (અ-લ-ઈ)

આપના યશ, પદ અને ધનમાં વધારો થાય તેવું કામ થતાં આનંદની લાગણી રહેશે. ભાઈ-ભાંડુનો સાથ અને સહકાર મળી રહેવાની શક્યતા છે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૨-૪

♉ વૃષભ (બ-વ-ઉ)

કામકાજમાં કોઈને કોઈ પ્રકારની રૂકાવટ કે મુશ્કેલી રહેવાની શક્યતા છે. જમીન, મકાન અને વાહનની લે-વેચના કામમાં ખાસ સાવધાની રાખવી.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૮-૩

♊ મિથુન (ક-છ-ધ)

રૂકાવટ અને વિલંબમાં અટવાયેલા કામનો ધીમે ધીમે ઉકેલ આવતો જશે. સિઝનલ ધંધામાં લાભ થવાની શક્યતા છે.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૩-૯

♋ કર્ક (ડ-હ)

કોર્ટ-કચેરીના કામકાજને લઈને દોડધામ, મહેનત અને ખર્ચ વધે તેવી સ્થિતિ રહેશે. કામમાં હરિફવર્ગ તરફથી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૬-૨

♌ સિંહ (મ-ટ)

અગત્યના કામકાજનો ઉકેલ આવી જતાં રાહતનો અનુભવ થશે. મહત્વના નિર્ણયો લેવામાં સરળતા રહેવાની શક્યતા છે.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૧-૫

♍ કન્યા (પ-ઠ-ણ)

તન, મન, ધન અને વાહનની બાબતમાં સાવચેતી રાખીને શાંતિથી દિવસ પસાર કરવો. કામકાજમાં પ્રતિકૂળતા અનુભવાઈ શકે છે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૪-૯

♎ તુલા (ર-ત)

દેશ-પરદેશ તેમજ આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહેવાની શક્યતા છે. કામનો ઉકેલ આવવાથી આનંદ અને સંતોષ અનુભવાશે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૮-૬

♏ વૃશ્ચિક (ન-ય)

દિવસની શરૂઆતથી જ સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક અને વ્યવહારિક કામકાજમાં પણ વ્યસ્તતા રહેશે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૪-૯

♐ ધન (ભ-ધ-ફ-ઢ)

કામમાં અચાનક સાનુકૂળતા મળતાં અટવાયેલા કામનો ઝડપથી ઉકેલ લાવી શકશો. પરદેશ સંબંધિત કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગ: પિસ્તા | શુભ અંક: ૩-૬

♑ મકર (ખ-જ)

રાજકીય, સરકારી અને ખાતાકીય કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કામનો ઉકેલ ન આવતાં ઉચાટની લાગણી રહેવાની શક્યતા છે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૧-૬

♒ કુંભ (ગ-શ-સ)

તમારી ગણતરી અને ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધશે. મિલન-મુલાકાત લાભદાયી બની રહેવાની શક્યતા છે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૧-૮

♓ મીન (દ-ચ-ઝ-થ)

કામકાજમાં સાનુકૂળતા રહેશે. નાણાકીય રોકાણના કામમાં સરળતા રહેવાની શક્યતા છે. સામાજિક અને વ્યવહારિક કામકાજમાં પણ વ્યસ્તતા રહેશે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૨-૬

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ