જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૧૮ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

રાશિફળ જાણો, તા. ૧૯ ઓગસ્ટ, બુધવાર અને શ્રાવણ સુદ સાતમનું રાશિફળ.

જાણો, તા. ૧૯ ઓગસ્ટ, બુધવાર અને શ્રાવણ સુદ સાતમનું રાશિફળ.

🔮 આજનું રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત થાય, પ્રસન્નતા જણાય.

♈ મેષ (અ-લ-ઈ)
આપની ગણતરી-ધારણા અવળી પડતા મુશ્કેલી જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.
🟢 શુભ રંગ: લીલો | શુભ અંક: ૪-૯

♉ વૃષભ (બ-વ-ઉ)
સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની થોડી હળવી થાય. રૂકાવટ-વિલંબમાં અટવાયેલાં કામનો ઉકેલ આવે.
🔴 શુભ રંગ: લાલ | શુભ અંક: ૮-૫

♊ મિથુન (ક-છ-ધ)
સાસરી-મોસાળપક્ષના કામકાજ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડનો સામનો કરવો પડે.
🩷 શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૬-૨

♋ કર્ક (ડ-હ)
જાહેરક્ષેત્ર-સંસ્થાકીય કામમાં દોડધામ-વ્યસ્તતા જણાય. અન્યનો સહકાર મળી રહેતા રાહત રહે.
⚪ શુભ રંગ: સફેદ | શુભ અંક: ૮-૪

♌ સિંહ (મ-ટ)
તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
⚙️ શુભ રંગ: ગ્રે | શુભ અંક: ૩-૯

♍ કન્યા (પ-ઠ-ણ)
જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસ કરી શકો.
🔵 શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૫-૭

♎ તુલા (ર-ત)
કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રવર્ગના કામ અંગે દોડધામ જણાય, પરંતુ આનંદ રહે.
🟠 શુભ રંગ: કેસરી | શુભ અંક: ૬-૪

♏ વૃશ્ચિક (ન-ય)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
🤍 શુભ રંગ: ક્રીમ | શુભ અંક: ૬-૯

♐ ધન (ભ-ધ-ફ-ઢ)
કામકાજમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ, ગેરસમજ અને મનદુઃખથી સંભાળવું પડે. ખર્ચ-ખરીદી થાય.
🟤 શુભ રંગ: મરૂન | શુભ અંક: ૫-૭

♑ મકર (ખ-જ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.
🔵 શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૧-૪

♒ કુંભ (ગ-શ-સ)
કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્ત રહેવાનું થાય. ખર્ચ જણાય પરંતુ આનંદ રહે. ધંધામાં ઘરાકી આવી જાય.
🟣 શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૨-૬

♓ મીન (દ-ચ-ઝ-થ)
આડોશ-પાડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ અનુભવાય.
🟡 શુભ રંગ: પીળો | શુભ અંક: ૫-૮

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ