જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૩૫ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

રાશિફળ 21 ઓગસ્ટ, શુક્રવાર અને શ્રાવણ સુદ નોમનું રાશિફળ.

21 ઓગસ્ટ, શુક્રવાર અને શ્રાવણ સુદ નોમનું રાશિફળ.

મેષ:
બુદ્ધિ, અનુભવ અને મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં અચાનક ગ્રાહકી આવી શકે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: 8-4

વૃષભ:
સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. માલનો વધુ ભરાવો ન કરવો. મોસાળ અને સાસરીપક્ષ સંબંધિત કામમાં પ્રગતિ થાય.
શુભ રંગ: વાદળી | શુભ અંક: 7-9

મિથુન:
જાહેરક્ષેત્ર અને સંસ્થાકીય કામમાં વ્યસ્તતા રહે. અન્યનો સહકાર મળવાથી કામનો ઉકેલ સરળતાથી આવી શકે.
શુભ રંગ: પીળો | શુભ અંક: 2-5

કર્ક:
દિવસના પ્રારંભથી સુસ્તી અને તબિયતની અસ્વસ્થતા અનુભવાય. કામ કરવાની ઈચ્છામાં ઘટાડો રહે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: 1-3

સિંહ:
નોકરી-ધંધાના કામ માટે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થવાની શક્યતા.
શુભ રંગ: મેંદી | શુભ અંક: 2-4

કન્યા:
નોકરી-ધંધાની સાથે સામાજિક અને વ્યવહારિક કામકાજમાં વ્યસ્તતા રહે. દોડધામ અને શ્રમમાં વધારો થાય.
શુભ રંગ: મરૂન | શુભ અંક: 8-5

તુલા:
કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. ખર્ચમાં વધારો થઈ શકે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: 9-6

વૃશ્ચિક:
કામમાં કોઈને કોઈ અડચણ અથવા મુશ્કેલી અનુભવાય. કોર્ટ-કચેરીના કામમાં વાદ-વિવાદથી સાવધ રહેવું.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: 7-4

ધન:
અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. રાજકીય અથવા સરકારી કામ અંગે મુલાકાત થઈ શકે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: 3-9

મકર:
કૌટુંબિક કામ માટે દોડધામ, શ્રમ અને ખર્ચ થાય, પરંતુ આનંદ પણ અનુભવાય. કામનો ઉકેલ ધીમે ધીમે આવતો જાય.
શુભ રંગ: પીળો | શુભ અંક: 8-5

કુંભ:
કામમાં ઉપરીવર્ગ, સહકાર્યકરો અને નોકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશ સંબંધિત કામમાં પ્રગતિ થાય.
શુભ રંગ: લીલો | શુભ અંક: 3-6

મીન:
હરવા-ફરવા અને કામકાજ વચ્ચે પણ મનને શાંતિ અને રાહતનો અનુભવ ઓછો રહે. જમીન-મકાન સંબંધિત કામમાં સાવધાની રાખવી.
શુભ રંગ: લાલ | શુભ અંક: 2-8

આજનું ખાસ રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને નોકરી-ધંધા ઉપરાંત સામાજિક અને વ્યવહારિક કામમાં વ્યસ્તતા વધશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ