જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૩૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

રાશિફળ ૨૫ ઓગસ્ટ, મંગળવાર અને શ્રાવણ સુદ તેરસનું રાશિફળ.

૨૫ ઓગસ્ટ, મંગળવાર અને શ્રાવણ સુદ તેરસનું રાશિફળ.

સિંહ સહિત અન્ય બે રાશિના જાતકોના કાર્યની કદર-પ્રશંસા થાય, ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાતથી પ્રસન્નતા રહે

મેષ (અ-લ-ઈ): રાજકીય કે સરકારી કામકાજને લઈને મહત્વની મિલન-મુલાકાત થઈ શકે છે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થતાં મન પ્રસન્ન રહેશે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૨-૫

વૃષભ (બ-વ-ઉ): દિવસની શરૂઆતથી સુસ્તી અને થાકનો અનુભવ થઈ શકે છે. તબિયતની અસ્વસ્થતાને કારણે કામકાજમાં મન ઓછું લાગે. આરામને પ્રાધાન્ય આપવું.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૪-૭

મિથુન (ક-છ-ધ): નોકરી-ધંધાના કામ માટે બહારગામ જવાનું બની શકે છે. સંયુક્ત વ્યવસાયમાં ભાઈ-ભાંડુવર્ગનો સહકાર મળવાથી કામ સરળતાથી આગળ વધશે.
શુભ રંગ: દૂધિયો | શુભ અંક: ૬-૮

કર્ક (ડ-હ): દિવસ દરમિયાન સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડશે. મિત્રવર્ગનો સાથ-સહકાર મળતાં જવાબદારીઓ પૂર્ણ કરવામાં રાહત અનુભવાશે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૨-૫

સિંહ (મ-ટ): તમારા કાર્યની કદર અને પ્રશંસા થવાથી આનંદની લાગણી રહેશે. સંતાન સંબંધિત ચિંતા કે પરેશાની દૂર થવાના સંકેત છે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૧-૩

કન્યા (પ-ઠ-ણ): કોર્ટ-કચેરી સંબંધિત કામકાજમાં પ્રતિકૂળતા અનુભવાઈ શકે છે. સાસરી અથવા મોસાળ પક્ષ તરફથી ચિંતા તથા વધારાના ખર્ચનું કારણ ઊભું થઈ શકે છે.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૪-૬

તુલા (ર-ત): તમારી ગણતરી અને ધારણા પ્રમાણે કામ પૂર્ણ થતાં મનમાં આનંદ રહેશે. રાજકીય કે સરકારી કામકાજ માટે દોડધામ વધી શકે છે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૭-૫

વૃશ્ચિક (ન-ય): નાણાકીય રોકાણ અને વ્યવહાર સંબંધિત કામમાં અનુકૂળતા જોવા મળશે. સામાજિક અને વ્યવહારિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૪-૬

ધન (ભ-ધ-ફ-ઢ): કામકાજમાં ઉપરી અધિકારીઓ, સહકર્મીઓ અને સહયોગી વર્ગનો સારો સાથ મળશે. પરદેશ સંબંધિત કામકાજમાં પણ પ્રગતિના સંકેત છે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૫-૮

મકર (ખ-જ): કામકાજ અને દોડધામ ચાલુ રહેશે, પરંતુ મનને અપેક્ષિત શાંતિ અને રાહત નહીં મળે. ઘર-પરિવારની ચિંતા મન પર હાવી રહી શકે છે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૩-૯

કુંભ (ગ-શ-સ): તમારી મહેનત, બુદ્ધિ, અનુભવ અને આવડતથી મુશ્કેલ કામનો ઉકેલ લાવી શકશો. વાણીમાં મીઠાશ રાખવાથી અટકેલા કામ સરળતાથી આગળ વધશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૨-૭

મીન (દ-ચ-ઝ-થ): સિઝનલ ધંધામાં માલનો વધુ પડતો ભરાવો ન કરવો. નુકસાનીથી સાવધાન રહેવું જરૂરી છે. ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસો થઈ શકે છે, તેથી વ્યવસાયિક રીતે સાવચેતી રાખવી.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૪-૧

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ