જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૦૭ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

રાશિફળ તા. ૧૧ જુલાઈ, મંગળવાર અને અષાઢ વદ ચૌદશનું રાશિફળ.

તા. ૧૧ જુલાઈ, મંગળવાર અને અષાઢ વદ ચૌદશનું રાશિફળ.

મિથુન સહિત બે રાશિના જાતકોને નાણાકીય વ્યવહારમાં સાનુકૂળતા

મેષ ♈ (અ-લ-ઈ)

સરકારી અથવા ખાતાકીય કામકાજમાં આજે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. અચાનક ખર્ચ કે ખરીદીના કારણે નાણાકીય ભીડ અનુભવાઈ શકે છે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૨-૭

વૃષભ ♉ (બ-વ-ઉ)

અગત્યના કામનો ઉકેલ મળતા રાહતનો અનુભવ થશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સરળતા રહેશે અને અટકેલા કામને આગળ વધારવાની તક મળશે.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૩-૬

મિથુન ♊ (ક-છ-ધ)

નાણાકીય રોકાણ અને વ્યવહાર સંબંધિત કામમાં સાનુકૂળતા રહેશે. ધંધામાં ગ્રાહકોની આવક વધે તેવી શક્યતા છે. વ્યવહારિક કામકાજમાં પણ દિવસ અનુકૂળ રહેશે.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૪-૯

કર્ક ♋ (ડ-હ)

તમારા કામમાં હરિફો, સહકર્મીઓ તેમજ કર્મચારી વર્ગનો સારો સાથ-સહકાર મળી રહેશે. સહયોગથી મુશ્કેલ લાગતા કામનો ઉકેલ સરળતાથી આવી શકે છે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૮-૫

સિંહ ♌ (મ-ટ)

નોકરી કે ધંધાના સ્થળે રહેશો તો ઘર-પરિવારની ચિંતા સતાવશે અને ઘરે રહેશો તો કામકાજની ચિંતા રહેશે. મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો.
શુભ રંગ: પિસ્તા | શુભ અંક: ૧-૩

કન્યા ♍ (પ-ઠ-ણ)

તમારા કામની કદર અને પ્રશંસા થવાથી આનંદની લાગણી રહેશે. સંતાનને લગતી કોઈ ચિંતા કે પરેશાની ધીમે ધીમે ઓછી થતી જણાશે.
શુભ રંગ: ગ્રે | શુભ અંક: ૬-૪

તુલા ♎ (ર-ત)

તમારા કામમાં હરિફ અથવા ઈર્ષા રાખનારા લોકો અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. કોર્ટ-કચેરી સંબંધિત કામ માટે દોડધામ રહેવાની શક્યતા છે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૫-૯

વૃશ્ચિક ♏ (ન-ય)

તમારી ગણતરી અને ધારણા મુજબ કામ આગળ વધવાથી આનંદ થશે. રાજકીય અથવા સરકારી કામકાજને લઈને મહત્વપૂર્ણ મુલાકાત થઈ શકે છે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૩-૯

ધન ♐ (ભ-ધ-ફ-ઢ)

આજે તન, મન, ધન અને વાહન બાબતે સાવચેતી રાખવી. શાંતિપૂર્વક દિવસ પસાર કરવો હિતાવહ રહેશે, કારણ કે કામકાજમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૫-૭

મકર ♑ (ખ-જ)

નોકરી-ધંધાના કામકાજ માટે બહારગામ જવાનું થઈ શકે છે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુ અથવા ભાગીદાર તરફથી સારો સહકાર મળવાની શક્યતા છે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૪-૬

કુંભ ♒ (ગ-શ-સ)

દિવસની શરૂઆતથી જ વિવિધ કામોમાં વ્યસ્ત રહેવું પડશે. જમીન-મકાન સંબંધિત કોઈ કામ આગળ વધી શકે છે. કામકાજમાં સક્રિયતા જળવાઈ રહેશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૧-૮

મીન ♓ (દ-ચ-ઝ-થ)

કામકાજમાં અનુકૂળતા મળતા દોડધામ અને શ્રમમાં ઘટાડો થશે. સિઝનલ ધંધા સાથે જોડાયેલા જાતકોને લાભ મળવાની શક્યતા છે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૬-૩

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ