જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૭૨ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

રાશિફળ જાણો, તા. ૨૯ જુલાઈ, બુધવાર અને અષાઢ સુદ પૂનમનું રાશિફળ.

જાણો, તા. ૨૯ જુલાઈ, બુધવાર અને અષાઢ સુદ પૂનમનું રાશિફળ.

ધન સહિત બે રાશિના જાતકોને રૂકાવટ-વિલંબમાં અટવાયેલા કામોમાં રાહત, કુંભ રાશિને મહત્વના નિર્ણયમાં સફળતા

મેષ (અ-લ-ઈ)

દેશ-વિદેશ તેમજ આયાત-નિકાસ સંબંધિત કાર્યોમાં અનુકૂળતા મળશે. ભાઈ-ભાંડુનો સહયોગ મળવાથી મહત્વના કામ સરળતાથી પૂર્ણ થશે.

શુભ રંગ: લાલ
શુભ અંક: ૪-૬

વૃષભ (બ-વ-ઉ)

આખો દિવસ વિવિધ કાર્યોમાં વ્યસ્તતા રહેશે. જમીન, મકાન અને વાહન સંબંધિત કાર્યોમાં પ્રગતિ જોવા મળશે.

શુભ રંગ: લીલો
શુભ અંક: ૫-૭

મિથુન (ક-છ-ધ)

અચાનક અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા અટવાયેલા કામ ઝડપથી પૂર્ણ કરી શકશો. વેપાર-ધંધામાં લાભ અને આવકમાં વધારો થવાની સંભાવના છે.

શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૮-૪

કર્ક (ડ-હ)

સરકારી, રાજકીય અથવા ખાતાકીય કાર્યોમાં સાવધાની રાખવી જરૂરી રહેશે. વિવાદ અને મતભેદથી દૂર રહેવું હિતાવહ રહેશે.

શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૩-૯

સિંહ (મ-ટ)

આયોજન મુજબ કામ પૂર્ણ થતાં ઉત્સાહમાં વધારો થશે. મહત્વપૂર્ણ મુલાકાત અથવા મિલનનો યોગ બની શકે છે.

શુભ રંગ: સફેદ
શુભ અંક: ૧-૬

કન્યા (પ-ઠ-ણ)

કાર્યક્ષેત્રમાં અનુકૂળતા રહેશે. સિઝનલ ધંધામાં અચાનક ગ્રાહકો વધશે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લઈ શકશો.

શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૫-૮

તુલા (ર-ત)

યશ, પ્રતિષ્ઠા અને આર્થિક લાભમાં વધારો થાય તેવા સંજોગો બનશે. વિદેશ અથવા પરદેશ સંબંધિત કામોમાં સફળતા મળી શકે.

શુભ રંગ: પીળો
શુભ અંક: ૩-૯

વૃશ્ચિક (ન-ય)

કામકાજમાં નાના અવરોધો આવી શકે છે. જમીન-મકાનની ખરીદી-વેચાણમાં ઉતાવળ કરવી નહીં.

શુભ રંગ: ગ્રે
શુભ અંક: ૬-૪

ધન (ભ-ધ-ફ-ઢ)

લાંબા સમયથી અટવાયેલા કામોમાં ધીમે-ધીમે સફળતા મળશે. સંતાન સંબંધિત ચિંતામાં ઘટાડો થશે અને મનને રાહત મળશે.

શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૫-૯

મકર (ખ-જ)

હરીફો અથવા ઈર્ષાળુ લોકો અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કરી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં દોડધામ વધી શકે છે.

શુભ રંગ: મરૂન
શુભ અંક: ૮-૪

કુંભ (ગ-શ-સ)

અગત્યના કામોમાં સફળતા મળવાથી રાહત અનુભવશો. મહત્વના નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ રહેશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે.

શુભ રંગ: કેસરી
શુભ અંક: ૫-૭

મીન (દ-ચ-ઝ-થ)

તન, મન, ધન અને વાહન બાબતે સાવચેતી રાખવી. વ્યવહારિક નિર્ણયો સમજી-વિચારીને લેવા હિતાવહ રહેશે.

શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૧-૪

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ