જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં નવનિયુક્ત શાસનાધિકારી ડૉ. બીનાબેન દવેનું સ્વાગત. | શારદીય નવરાત્રીના આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના માતાની ઉપાસનાથી સુખ, શાંતિ, પવિત્રતા અને સદાચારની પ્રેરણા. | જામનગરમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થા પર SOGનો દરોડો. | જામનગરમાં નવરાત્રીને લઈ પોલીસ એક્શનમાં. | 18 ઓક્ટોબર, રવિવારનું રાશિફળ. | રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩૭ વાર જોવાયેલ • 4 મહિના પેહલા

મારું શહેર પૂર્વમંત્રી ચિમનભાઈ સાપરિયા સાથે જામજોધપુર ચેમ્બર પ્રમુખ સફાઈ અભિયાનમાં જોડાયા.

પૂર્વમંત્રી ચિમનભાઈ સાપરિયા સાથે જામજોધપુર ચેમ્બર પ્રમુખ સફાઈ અભિયાનમાં જોડાયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

જામજોધપુર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ 12 વર્ષના શાસનકાળ પૂર્ણ થવાના અવસરે જામજોધપુર ખાતે વિવિધ સામાજિક અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા માટે વિશેષ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

આ સફાઈ અભિયાનમાં ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી ચિમનભાઈ સાપરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જામજોધપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીતુભાઈ વાછાણી, જિલ્લા મંત્રી કૌશિકભાઈ રાબડિયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા એ સેવા અને સ્વચ્છતા એ સંસ્કારનો સંદેશ આપતા જાહેર સ્થળોએ સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દરેક નાગરિકની જવાબદારી મહત્વપૂર્ણ છે અને આવા અભિયાનો દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસ, સુશાસન, સ્વચ્છતા, ડિજિટલ પરિવર્તન અને જનકલ્યાણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું પણ વક્તાઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરીને લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સફાઈ અભિયાનમાં સ્થાનિક આગેવાનો, વેપારી વર્ગના પ્રતિનિધિઓ, યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં જનભાગીદારીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે સ્વચ્છતા અને સમાજસેવાના સંકલ્પ સાથે ઉપસ્થિતોએ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

સમયસંદેસ દ્વારા દેશ - વિદેશના લટેસ્ટ ઉપડેટ માટે એપ લોન્ચ કરવામાં આવ્યું છે તો એપ ને ડાઉનલોડ કરવા માટે આપેલ લિન્ક પર ક્લિક કરો અને મેળવો લટટેસ્ટ ઉપડેટ :

https://play.google.com/store/apps/details?id=com.samaysandeshnews 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ