જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૩૧ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

રાશિફળ જાણો, તા. 26 જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ બારસનું રાશિફળ.

જાણો, તા. 26 જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ બારસનું રાશિફળ.

તુલા સહિત બે રાશિના જાતકોના કામની થશે પ્રશંસા, કાર્યક્ષેત્રમાં મળશે પ્રગતિના સંકેત

મેષ (અ, લ, ઈ):
આજે તમારી બુદ્ધિ, અનુભવ અને મહેનતના બળે અટવાયેલા કાર્યોમાં સફળતા મળી શકે છે. મહત્વના નિર્ણયો આત્મવિશ્વાસ સાથે લઈ શકશો. ધાર્મિક કે શુભ પ્રસંગોમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: 4-1

વૃષભ (બ, વ, ઉ):
સિઝનલ ધંધો કરતા જાતકોએ વધુ પડતો માલ ભરવાનો નિર્ણય ટાળવો. અચાનક ખર્ચ અથવા જરૂરી ખરીદીના પ્રસંગો આવી શકે છે. નાણાકીય આયોજનમાં સાવધાની રાખશો તો લાભદાયી રહેશે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: 8-6

મિથુન (ક, છ, ધ):
જાહેર અને સંસ્થાકીય ક્ષેત્રના કામમાં વ્યસ્તતા રહેશે. યાત્રા અથવા પ્રવાસનું આયોજન સફળ બની શકે છે. નવા સંપર્કો ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે.
શુભ રંગ: પીળો | શુભ અંક: 4-9

કર્ક (ડ, હ):
કાર્યક્ષેત્રમાં થોડા અવરોધો આવી શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે. વાદ-વિવાદથી દૂર રહો અને ધીરજથી કામ લો.
શુભ રંગ: કેસરી | શુભ અંક: 2-6

સિંહ (મ, ટ):
દેશ-વિદેશ સંબંધિત કામોમાં અનુકૂળ પરિણામ મળી શકે છે. આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેશે. નવી તક મળવાની સંભાવના છે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: 5-3

કન્યા (પ, ઠ, ણ):
પોતાના કામની સાથે પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રોની જવાબદારીઓ પણ નિભાવવી પડી શકે. ધાર્મિક અને શુભ કાર્યોમાં જોડાવાનો અવસર મળશે.
શુભ રંગ: મેંદી | શુભ અંક: 7-9

તુલા (ર, ત):
આજે તમારા કાર્યની પ્રશંસા અને કદર થશે, જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે. વિદેશ સંબંધિત કામોમાં પણ સારા પરિણામ મળી શકે છે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: 4-8

વૃશ્ચિક (ન, ય):
કોર્ટ-કચેરી અને સરકારી કામોમાં ઉતાવળ કરવી નહીં. સિઝનલ ધંધામાં સાવચેતી રાખવાની જરૂર રહેશે. દરેક નિર્ણય સમજી-વિચારીને લેવો.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: 6-8

ધન (ભ, ધ, ફ, ઢ):
લાંબા સમયથી અટવાયેલા મહત્વના કામનો ઉકેલ આવતાં રાહત અનુભવશો. રાજકીય અને સરકારી ક્ષેત્રે મહત્વપૂર્ણ મુલાકાત અથવા ચર્ચા થઈ શકે છે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: 4-3

મકર (ખ, જ):
કાર્યક્ષેત્રની સાથે પરિવાર અને મિત્રવર્તુળની જવાબદારીઓ પણ નિભાવવી પડશે. અટવાયેલા કામ પૂર્ણ થતાં મનને રાહત મળશે અને આત્મવિશ્વાસ વધશે.
શુભ રંગ: લીલો | શુભ અંક: 2-5

કુંભ (ગ, શ, સ):
ઉપરી અધિકારીઓ, સહકર્મીઓ અને કર્મચારીઓનો સારો સહકાર મળશે. ટીમવર્કના કારણે કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. નવા આયોજન માટે દિવસ અનુકૂળ છે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: 1-7

મીન (દ, ચ, ઝ, થ):
ઘર-પરિવારની ચિંતાઓને કારણે કામમાં મન ઓછું લાગી શકે છે. માનસિક ઉચાટ અને તણાવથી બચવા શાંતિપૂર્વક નિર્ણય લો અને આરામ માટે સમય કાઢો.
શુભ રંગ: લાલ | શુભ અંક: 3-9

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ