જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં નવનિયુક્ત શાસનાધિકારી ડૉ. બીનાબેન દવેનું સ્વાગત. | શારદીય નવરાત્રીના આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના માતાની ઉપાસનાથી સુખ, શાંતિ, પવિત્રતા અને સદાચારની પ્રેરણા. | જામનગરમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થા પર SOGનો દરોડો. | જામનગરમાં નવરાત્રીને લઈ પોલીસ એક્શનમાં. | 18 ઓક્ટોબર, રવિવારનું રાશિફળ. | રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૨૦૦ વાર જોવાયેલ • 4 મહિના પેહલા

રાશિફળ આજના ગ્રહયોગ અનુસાર વાંચો તા. ૧૧ જૂન, ગુરુવારનું રાશિફળ.

આજના ગ્રહયોગ અનુસાર વાંચો તા. ૧૧  જૂન, ગુરુવારનું રાશિફળ.

મકર સહિત બે રાશિના જાતકોની કામગીરીની કદર-પ્રશંસા થાય, સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય

મેષ (Aries: અ-લ-ઈ)

નાણાકીય રોકાણ અને વ્યવહારના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. અટવાયેલા કામોમાં પ્રગતિ થવાથી રાહતનો અનુભવ થશે.
શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૬-૩

વૃષભ (Taurus: બ-વ-ઉ)

ઉપરી અધિકારીઓ, સહકાર્યકરો તેમજ નોકર-ચાકર વર્ગનો સારો સહકાર મળશે. પરદેશ અથવા દૂરના સ્થળ સાથે જોડાયેલા કામોમાં સફળતા મળી શકે.
શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૩-૯

મિથુન (Gemini: ક-છ-ધ)

દિવસભર કામકાજમાં વ્યસ્ત રહેશો, પરંતુ મનમાં અશાંતિ અને ચિંતા રહી શકે છે. કેટલાક કાર્યોમાં વિલંબ અથવા પ્રતિકૂળતા અનુભવાય.
શુભ રંગ: મરૂન
શુભ અંક: ૮-૫

કર્ક (Cancer: ડ-હ)

તમારી બુદ્ધિ, અનુભવ, આવડત અને મહેનતના બળે મુશ્કેલ કામનો ઉકેલ મેળવી શકશો. સિઝનલ ધંધામાં અચાનક લાભ અને ઘરાકી જોવા મળી શકે.
શુભ રંગ: સફેદ
શુભ અંક: ૫-૩

સિંહ (Leo: મ-ટ)

નોકરી-ધંધાની સાથે અન્ય જવાબદારીઓ પણ આવી પડતાં કાર્યભાર વધી શકે છે. સમયનું યોગ્ય આયોજન કરવાથી લાભ મળશે.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૨-૭

કન્યા (Virgo: પ-ઠ-ણ)

જાહેર ક્ષેત્ર, સંસ્થા અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનું બને. અન્ય લોકોનો સહકાર મળવાથી મહત્વના કાર્યો સરળ બનશે.
શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૬-૧

તુલા (Libra: ર-ત)

દિવસની શરૂઆતમાં સુસ્તી અથવા બેચેની અનુભવાઈ શકે. સિઝનલ અથવા વાયરલ બીમારીઓથી સાવચેત રહેવાની જરૂર છે.
શુભ રંગ: લીલો
શુભ અંક: ૪-૮

વૃશ્ચિક (Scorpio: ન-ય)

નોકરી-ધંધાના કામે બહારગામ જવાનું બની શકે છે. અગત્યના કામ અંગે મળતી મુલાકાતો અને ચર્ચાઓ સાનુકૂળ પરિણામ આપશે.
શુભ રંગ: ગ્રે
શુભ અંક: ૨-૬

ધન (Sagittarius: ભ-ધ-ફ-ઢ)

સવારથી જ વિવિધ કાર્યોમાં વ્યસ્તતા રહેશે. સામાજિક અને વ્યવહારિક કામોમાં સફળતા મળવાની સંભાવના છે.
શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૮-૪

મકર (Capricorn: ખ-જ)

આજે તમારી કામગીરીની કદર અને પ્રશંસા થવાથી ઉત્સાહમાં વધારો થશે. સંતાન સંબંધિત ચિંતા અને પરેશાનીમાં રાહત મળવાની શક્યતા છે.
શુભ રંગ: કેસરી
શુભ અંક: ૩-૯

કુંભ (Aquarius: ગ-શ-સ)

કાર્યમાં અડચણો અથવા અવરોધો આવી શકે છે. ધાર્યા મુજબ પરિણામ ન મળતાં થોડી નિરાશા થઈ શકે. ખર્ચ અને ખરીદીમાં વધારો જોવા મળી શકે છે.
શુભ રંગ: લાલ
શુભ અંક: ૫-૭

મીન (Pisces: દ-ચ-ઝ-થ)

અટવાયેલા મહત્વના કામોમાં ધીમે-ધીમે ઉકેલ આવતો જશે. સરકારી કે રાજકીય ક્ષેત્રના કામ માટે લાભદાયી મુલાકાતો થઈ શકે છે.
શુભ રંગ: પીળો
શુભ અંક: ૪-૯

આજનો ખાસ સંકેત

મકર અને મીન રાશિના જાતકો માટે દિવસ ખાસ અનુકૂળ જણાય છે. કામગીરીમાં સફળતા, પ્રશંસા અને અટવાયેલા પ્રશ્નોના ઉકેલથી આત્મવિશ્વાસમાં વધારો થશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ