જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં નવનિયુક્ત શાસનાધિકારી ડૉ. બીનાબેન દવેનું સ્વાગત. | શારદીય નવરાત્રીના આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના માતાની ઉપાસનાથી સુખ, શાંતિ, પવિત્રતા અને સદાચારની પ્રેરણા. | જામનગરમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થા પર SOGનો દરોડો. | જામનગરમાં નવરાત્રીને લઈ પોલીસ એક્શનમાં. | 18 ઓક્ટોબર, રવિવારનું રાશિફળ. | રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૮૩ વાર જોવાયેલ • 4 મહિના પેહલા

રાશિફળ આજે આ 2 રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, વાંચો 12 જૂનનું રાશિફળ.

આજે આ 2 રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, વાંચો 12 જૂનનું રાશિફળ.

કન્યા સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ, કાર્યક્ષેત્રે સાનુકૂળતા રહેશે

મેષ (અ-લ-ઈ)
દિવસની શરૂઆતથી જ વિવિધ કાર્યોમાં વ્યસ્તતા રહેશે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે.
શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૨-૮

વૃષભ (બ-વ-ઉ)
અચાનક અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા અટવાયેલા કાર્યોનો ઝડપી ઉકેલ આવશે. વિદેશ અથવા પરદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિના યોગ છે.
શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૫-૧

મિથુન (ક-છ-ધ)
સરકારી, રાજકીય અથવા કચેરીના કાર્યોમાં ઉતાવળ ટાળવી જરૂરી છે. અણધાર્યા ખર્ચ અને ખરીદીના કારણે નાણાકીય દબાણ અનુભવાઈ શકે.
શુભ રંગ: મરૂન
શુભ અંક: ૮-૬

કર્ક (ડ-હ)
આપની યોજના અને ધારણા મુજબ કામ પૂર્ણ થતાં આત્મવિશ્વાસમાં વધારો થશે. મહત્વપૂર્ણ મુલાકાતો અને નવા સંપર્કો બનવાની શક્યતા છે.
શુભ રંગ: મેંદી
શુભ અંક: ૪-૯

સિંહ (મ-ટ)
વ્યવસાયિક કામો ઉપરાંત સામાજિક અને વ્યવહારિક જવાબદારીઓ વધશે. ધંધામાં અચાનક ગ્રાહકોની સંખ્યા વધવાથી લાભ મળી શકે છે.
શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૨-૬

કન્યા (પ-ઠ-ણ)
આજે યશ, પદ અને ધનમાં વૃદ્ધિ કરાવનાર શુભ સંયોગો બની શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રશંસા મળશે અને વિદેશ સંબંધિત કાર્યોમાં વ્યસ્તતા રહેશે.
શુભ રંગ: વાદળી
શુભ અંક: ૫-૩

તુલા (ર-ત)
કામકાજમાં થોડી પ્રતિકૂળતા અનુભવાઈ શકે છે. ઘર-પરિવારની ચિંતા મનને વ્યગ્ર બનાવી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી.
શુભ રંગ: સફેદ
શુભ અંક: ૯-૪

વૃશ્ચિક (ન-ય)
લાંબા સમયથી અટવાયેલા કાર્યોનો ધીમે ધીમે ઉકેલ મળવા લાગશે. વાણી પર સંયમ રાખશો તો સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.
શુભ રંગ: પિસ્તા
શુભ અંક: ૬-૯

ધન (ભ-ધ-ફ-ઢ)
હરીફો અથવા ઈર્ષાળુ લોકો તરફથી અવરોધો આવી શકે છે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં ખર્ચ વધવાની શક્યતા છે.
શુભ રંગ: કેસરી
શુભ અંક: ૪-૭

મકર (ખ-જ)
મહત્વપૂર્ણ અને અટવાયેલા કાર્યોનો ઉકેલ મળતા માનસિક રાહત અનુભવશો. મોટા નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ છે.
શુભ રંગ: લાલ
શુભ અંક: ૮-૫

કુંભ (ગ-શ-સ)
આજે તન, મન, ધન અને વાહન બાબતે વિશેષ સાવચેતી રાખવી. પરિવારના પ્રશ્નોને લઈને થોડી ચિંતા રહી શકે છે.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૪-૧

મીન (દ-ચ-ઝ-થ)
આયાત-નિકાસ તથા દેશ-વિદેશ સંબંધિત કાર્યોમાં દોડધામ વધી શકે છે. કર્મચારીઓ અને સહયોગીઓનો સારો સાથ મળશે.
શુભ રંગ: લીલો
શુભ અંક: ૨-૫

આજનો વિશેષ સંદેશ: કન્યા અને મકર રાશિના જાતકો માટે દિવસ ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે, જ્યારે કુંભ અને તુલા રાશિના જાતકોએ સાવચેતી અને ધીરજ રાખવાની જરૂર રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ