જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૪૬ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

રાશિફળ તા. 12 ઓગસ્ટ, બુધવાર | અષાઢ વદ અમાસનું રાશિફળ.

તા. 12 ઓગસ્ટ, બુધવાર | અષાઢ વદ અમાસનું રાશિફળ.

આજે ખાસ કરીને વૃશ્ચિક અને મકર રાશિના જાતકો માટે દિવસ રાહતભર્યો બની શકે છે. અટવાયેલા અને વિલંબમાં પડેલા કામોમાં ધીમે ધીમે ઉકેલ મળવાની શક્યતા છે.

  • મેષ (અ, લ, ઈ): કામકાજની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા રહેશે. દોડધામ વધે.
    શુભ રંગ: લીલો | શુભ અંક: ૫-૮
  • વૃષભ (બ, વ, ઉ): કામકાજમાં અનુકૂળતા રહેતાં મહત્વપૂર્ણ કામનો ઝડપથી ઉકેલ આવી શકે. સિઝનલ ધંધામાં ઘરાકી વધે.
    શુભ રંગ: સફેદ | શુભ અંક: ૬-૯
  • મિથુન (ક, છ, ધ): સાસરીપક્ષ કે મોસાળપક્ષમાં બીમારી અથવા ચિંતાનું વાતાવરણ રહે. આકસ્મિક ખર્ચથી નાણાભીડ અનુભવાય.
    શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૧-૪
  • કર્ક (ડ, હ): કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર થશે. જાહેરજીવન અને સંસ્થાકીય કાર્યોમાં દોડધામ રહે.
    શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૨-૭
  • સિંહ (મ, ટ): સામાજિક અને વ્યવહારિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. ધંધામાં અચાનક ઘરાકી વધતાં આનંદ થશે.
    શુભ રંગ: લાલ | શુભ અંક: ૮-૩
  • કન્યા (પ, ઠ, ણ): આડોશ-પાડોશના કાર્યોમાં વ્યસ્તતા રહે. યાત્રા-પ્રવાસ અને મિલન-મુલાકાતથી આનંદ મળશે.
    શુભ રંગ: મરૂન | શુભ અંક: ૪-૬
  • તુલા (ર, ત): કામકાજમાં પ્રતિકૂળતા અનુભવાય. જમીન, મકાન અને વાહન સંબંધિત કામોમાં સાવધાની રાખવી.
    શુભ રંગ: કેસરી | શુભ અંક: ૫-૯
  • વૃશ્ચિક (ન, ય): લાંબા સમયથી અટવાયેલા અને વિલંબમાં પડેલા કામોનો ધીમે ધીમે ઉકેલ આવતો જશે. પરદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે.
    શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૪-૧
  • ધન (ભ, ધ, ફ, ઢ): મોસાળપક્ષ અને સાસરીપક્ષના કામમાં દોડધામ, શ્રમ અને ખર્ચ રહે. સિઝનલ ધંધામાં ઘરાકી ઓછી રહેવાની શક્યતા.
    શુભ રંગ: મરૂન | શુભ અંક: ૨-૬
  • મકર (ખ, જ): અગત્યના કામકાજનો ઉકેલ આવતાં રાહત અનુભવશો. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાતથી આનંદ મળશે.
    શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૯-૮
  • કુંભ (ગ, શ, સ): સિઝનલ કે વાયરલ બીમારીથી સાવધાન રહેવું. કામકાજમાં તકલીફ આવી શકે. વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી.
    શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૭-૫
  • મીન (દ, ચ, ઝ, થ): જૂના સ્વજન, સ્નેહી કે મિત્રોની અચાનક મુલાકાતથી આનંદ થશે. યાત્રા-પ્રવાસનું આયોજન બની શકે.
    શુભ રંગ: પીળો | શુભ અંક: ૨-૬

નોંધ: રાશિફળ સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ