જાહેરાત
તાજા સમાચાર
દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી | નખત્રાણામાં ભયાનક બ્લાસ્ટઃ છોટા હાથીની ડીઝલ ટાંકીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત | ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2 મોતઃ મૃત્યુઆંક 11 થયો, 26 દર્દીઓને સારવાર બાદ રજા | અંબાજી મંદિરમાં રાજુલાના માઈભક્તની અનોખી ભક્તિઃ મા અંબાના ચરણોમાં ₹82,800ની ચાંદીની પાદુકા અર્પણ | ₹15 હજારની આવક અને ₹975 કરોડની ટેક્સ નોટિસ! અજમેરના દરજીને હચમચાવી દેનારો મામલો | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતીમાં મોટી રાહત! ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Jioની મોટી જાહેરાત! ₹300માં મળશે Prime મેમ્બરશિપ | Appleમાં મોટી છટણીઃ 200થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ, Siri અને Vision Pro ટીમો પર અસર | હવે દવાઓ પણ નકલી? ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓ પર તંત્રના દરોડા. | ગુજરાત પોલીસમાં મોટો બદલી નિર્ણય: પતિ-પત્નીના કેસમાં 415 કર્મચારીઓની એકસાથે બદલી |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૮૭ વાર જોવાયેલ એક મહિનો પેહલા

રાશિફળ આજનું રાશિફળ: તા. 02 જુલાઈ, ગુરુવાર | જેઠ વદ બીજ

આજનું રાશિફળ: તા. 02 જુલાઈ, ગુરુવાર | જેઠ વદ બીજ

ધન અને તુલા સહિત બે રાશિના જાતકોને યશ, પદ અને ધનમાં વૃદ્ધિના યોગ, અનેક રાશિઓ માટે પ્રગતિના સંકેત

મેષ (અ, લ, ઈ)
આજે લાંબા સમયથી અટવાયેલા કોઈ મહત્વપૂર્ણ કામનો ઉકેલ મળવાથી રાહતનો અનુભવ થશે. જોકે મહત્વના નિર્ણયો લેતી વખતે મનમાં થોડી મૂંઝવણ અને વ્યગ્રતા રહી શકે છે. ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે અનુભવી વ્યક્તિની સલાહ લેવી લાભદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં ધીરજ રાખવાથી સારા પરિણામ મળશે.
શુભ રંગ: જાંબલી
શુભ અંક: 4, 8

વૃષભ (બ, વ, ઉ)
આજે આરોગ્ય, વાહન અને નાણાકીય બાબતોમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. પારિવારિક પ્રશ્નો અથવા ઘરેલુ જવાબદારીઓને કારણે મન ચિંતિત રહી શકે છે. કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવું અને શાંતિપૂર્ણ રીતે દિવસ પસાર કરવો યોગ્ય રહેશે.
શુભ રંગ: બ્લુ
શુભ અંક: 3, 9

મિથુન (ક, છ, ધ)
આયાત-નિકાસ, વિદેશી વેપાર અથવા બહારગામના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અનુકૂળ પરિણામ મળશે. ભાગીદારીના ધંધામાં ભાઈ-બંધુ અથવા સહયોગીઓનો સારો સહકાર મળશે. નવા વ્યાવસાયિક સંપર્કો પણ ભવિષ્ય માટે લાભદાયી બની શકે છે.
શુભ રંગ: મરૂન
શુભ અંક: 5, 2

કર્ક (ડ, હ)
દિવસની શરૂઆતથી જ કામકાજમાં વ્યસ્તતા રહેશે. સામાજિક અને વ્યવહારિક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. જવાબદારીઓ વધશે પરંતુ સમયનું યોગ્ય આયોજન કરશો તો તમામ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. પરિવાર તરફથી પણ સહયોગ મળશે.
શુભ રંગ: સફેદ
શુભ અંક: 7, 4

સિંહ (મ, ટ)
આકસ્મિક રીતે કોઈ મહત્વપૂર્ણ કામમાં અનુકૂળતા મળવાથી અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સિઝનલ વેપાર, વેચાણ અથવા ધંધામાં લાભની શક્યતા છે. નવી તકનો લાભ લેવા માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધવું શુભ રહેશે.
શુભ રંગ: ગ્રે
શુભ અંક: 6, 3

કન્યા (પ, ઠ, ણ)
કોર્ટ-કચેરી અથવા કાનૂની બાબતોમાં અપેક્ષા મુજબ પરિણામ ન મળવાની શક્યતા છે. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. વિદેશ સંબંધિત કામોમાં ખર્ચ વધી શકે છે. ધીરજ અને આયોજનથી કામ કરશો તો નુકસાન ટાળી શકશો.
શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: 9, 4

તુલા (ર, ત)
આજે તમારી ધારણા મુજબના કાર્યો પૂર્ણ થતાં આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં વધારો થશે. સરકારી કામો અથવા અધિકારીઓ સાથેની મુલાકાત લાભદાયી સાબિત થઈ શકે છે. અટવાયેલા કામોમાં પણ પ્રગતિના સંકેત છે.
શુભ રંગ: બ્લુ
શુભ અંક: 5, 8

વૃશ્ચિક (ન, ય)
નાણાકીય રોકાણ અને વ્યવહારો માટે દિવસ અનુકૂળ છે. વેપારમાં અચાનક ગ્રાહકો વધવાથી આવકમાં વધારો થઈ શકે છે. યોગ્ય આયોજન સાથે કરાયેલા રોકાણ ભવિષ્યમાં સારા લાભ આપી શકે છે.
શુભ રંગ: પિસ્તા
શુભ અંક: 4, 9

ધન (ભ, ધ, ફ, ઢ)
આજે યશ, પદ અને ધનમાં વૃદ્ધિ કરાવનારી તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને વરિષ્ઠો તરફથી પ્રશંસા મળવાની સંભાવના છે. વિદેશ સંબંધિત કાર્યોમાં પણ પ્રગતિના સારા યોગ છે.
શુભ રંગ: લાલ
શુભ અંક: 2, 8

મકર (ખ, જ)
કામકાજમાં નાની-મોટી અડચણો આવી શકે છે. જમીન, મકાન અથવા મિલકત સંબંધિત બાબતોમાં ઉતાવળ ન કરવી. ધીરજ રાખીને યોગ્ય સમયે નિર્ણય લેવો વધુ લાભદાયી રહેશે.
શુભ રંગ: પીળો
શુભ અંક: 6, 3

કુંભ (ગ, શ, સ)
લાંબા સમયથી અટવાયેલા અથવા વિલંબમાં પડેલા કાર્યો ધીમે ધીમે આગળ વધતા જોવા મળશે. સંતાન સંબંધિત જરૂરિયાતો અથવા ખરીદી પાછળ ખર્ચ થઈ શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે.
શુભ રંગ: કેસરી
શુભ અંક: 5, 7

મીન (દ, ચ, ઝ, થ)
નોકરી કે વ્યવસાય ઉપરાંત અન્ય લોકોની જવાબદારીઓ પણ તમારા પર આવી શકે છે, જેના કારણે કાર્યભાર વધી શકે છે. સમયનું યોગ્ય આયોજન અને ધીરજ રાખશો તો તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: 1, 4

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ