જાહેરાત
તાજા સમાચાર
દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી | નખત્રાણામાં ભયાનક બ્લાસ્ટઃ છોટા હાથીની ડીઝલ ટાંકીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત | ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2 મોતઃ મૃત્યુઆંક 11 થયો, 26 દર્દીઓને સારવાર બાદ રજા | અંબાજી મંદિરમાં રાજુલાના માઈભક્તની અનોખી ભક્તિઃ મા અંબાના ચરણોમાં ₹82,800ની ચાંદીની પાદુકા અર્પણ | ₹15 હજારની આવક અને ₹975 કરોડની ટેક્સ નોટિસ! અજમેરના દરજીને હચમચાવી દેનારો મામલો | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતીમાં મોટી રાહત! ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Jioની મોટી જાહેરાત! ₹300માં મળશે Prime મેમ્બરશિપ | Appleમાં મોટી છટણીઃ 200થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ, Siri અને Vision Pro ટીમો પર અસર | હવે દવાઓ પણ નકલી? ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓ પર તંત્રના દરોડા. | ગુજરાત પોલીસમાં મોટો બદલી નિર્ણય: પતિ-પત્નીના કેસમાં 415 કર્મચારીઓની એકસાથે બદલી |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૯૭ વાર જોવાયેલ 2 મહિના પેહલા

રાશિફળ જાણો, તા. ર૯ મે, શુક્રવાર અને અધિક જેઠ સુદ તેરસનું રાશિફળ.

જાણો, તા. ર૯ મે, શુક્રવાર અને અધિક જેઠ સુદ તેરસનું રાશિફળ.

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક ચિંતાઓથી ભરેલો રહી શકે છે. કામકાજમાં વ્યસ્તતા રહેશે, પરંતુ મનમાં શાંતિનો અભાવ અનુભવાઈ શકે છે. ઘર, જમીન, મકાન અથવા વાહન સંબંધિત પ્રશ્નોમાં થોડો ઉકેલ મળવાની શક્યતા છે. પરિવારના સભ્યો સાથે ધીરજ રાખવી જરૂરી બનશે. મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી. શુભ રંગ બ્લુ અને શુભ અંક ૬-૪ રહેશે.

વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સમજદારી અને અનુભવના બળ પર સફળતા અપાવનાર સાબિત થઈ શકે છે. અટવાયેલા કામમાં પ્રગતિ થશે અને સંતાન સંબંધિત ચિંતામાં ઘટાડો થશે. વેપાર અને નોકરીમાં આપની મહેનતનું સકારાત્મક પરિણામ મળી શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. શુભ રંગ બ્રાઉન અને શુભ અંક ૩-૯ રહેશે.

મિથુન રાશિના જાતકોને આજના દિવસે આસપાસના લોકોની ઈર્ષા અને હરિફાઈનો સામનો કરવો પડી શકે છે. મિત્રો અથવા ઓળખીતાઓમાંથી કોઈ વ્યક્તિ મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. અચાનક ખર્ચ અથવા ખરીદીના યોગ બનશે. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી અને ઉતાવળમાં નિર્ણય ન લેવો. શુભ રંગ મરૂન અને શુભ અંક ૫-૮ રહેશે.

કર્ક રાશિના લોકો માટે રાહતભર્યો દિવસ બની શકે છે. ઘણા સમયથી અટવાયેલા અગત્યના કામમાં ઉકેલ મળવાથી મન હળવું રહેશે. મહત્વના નિર્ણય લેવા માટે સમય સારો છે. પરિવાર અને કાર્યક્ષેત્ર બંનેમાં સકારાત્મક વાતાવરણ રહેશે. નવા આયોજન પર કામ શરૂ કરી શકાય. શુભ રંગ મોરપીંછ અને શુભ અંક ૧-૬ રહેશે.

સિંહ રાશિના જાતકો માટે દિવસ થોડો સંભાળીને પસાર કરવાનો સંકેત આપે છે. પારિવારિક મુદ્દાઓમાં ચિંતા વધી શકે છે. વાહન ચલાવતા અને આર્થિક લેવડદેવડમાં સાવચેત રહેવું જરૂરી છે. વધુ આવેશમાં આવી નિર્ણય લેતા ટાળવા. આરોગ્ય બાબતે પણ ખાસ ધ્યાન આપવું. શુભ રંગ સફેદ અને શુભ અંક ૨-૪ રહેશે.

કન્યા રાશિના લોકો માટે દેશ-વિદેશ સંબંધિત કાર્યોમાં સકારાત્મકતા રહેશે. આયાત-નિકાસ, બિઝનેસ અથવા નવા સંપર્કોથી લાભ થવાની શક્યતા છે. ભાઈ-ભાંડુનો સહયોગ મળશે અને ઘરેલું વાતાવરણ સુખદ રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ પ્રગતિદાયક બની શકે છે. શુભ રંગ પીળો અને શુભ અંક ૯-૩ રહેશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સતત વ્યસ્તતા ભરેલો રહી શકે છે. એક પછી એક કામ આવતા રહેશે, પરંતુ અંતે કામોમાં સફળતા મળવાથી રાહત અનુભવાશે. વેપારીઓ માટે દિવસ સારો છે. પરિવાર સાથે સંબંધોમાં મીઠાશ જાળવવી જરૂરી છે. આરોગ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. શુભ રંગ કેસરી અને શુભ અંક ૭-૫ રહેશે.

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત થઈ શકે છે. સિઝનલ ધંધામાં ઘરાકી વધશે અને આવકમાં વધારો થવાની શક્યતા છે. આપના કાર્યની પ્રશંસા થશે, જેના કારણે આત્મવિશ્વાસ વધશે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન મળી શકે છે. શુભ રંગ ગ્રે અને શુભ અંક ૮-૪ રહેશે.

ધન રાશિના જાતકો માટે કોર્ટ-કચેરીના કામોમાં ધીરજ રાખવી ખૂબ જરૂરી રહેશે. ગુસ્સો અથવા ઉતાવળ નુકસાન કરાવી શકે છે. વિવાદોથી દૂર રહેવું અને કાયદાકીય બાબતોમાં સમજદારીથી નિર્ણય લેવો. આર્થિક ખર્ચમાં વધારો થઈ શકે છે. શુભ રંગ જાંબલી અને શુભ અંક ૯-૩ રહેશે.

મકર રાશિના લોકો માટે દિવસ ઉત્સાહવર્ધક બની શકે છે. આપના આયોજન મુજબ કામ પૂર્ણ થતાં આત્મવિશ્વાસમાં વધારો થશે. સરકારી અથવા રાજકીય ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. નોકરીયાત વર્ગને અધિકારીઓનો સહકાર મળશે. શુભ રંગ ગુલાબી અને શુભ અંક ૨-૫ રહેશે.

કુંભ રાશિના જાતકો માટે નાણાકીય રોકાણ અને વ્યવહારોમાં સાનુકૂળતા રહેશે. પરિવારના કામોને કારણે દોડધામ વધી શકે છે, પરંતુ પરિણામ સકારાત્મક મળશે. નવા સંબંધો અને સંપર્કો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. શુભ રંગ લીલો અને શુભ અંક ૧-૬ રહેશે.

મીન રાશિના લોકો માટે આજનો દિવસ વિશેષ શુભ માનવામાં આવે છે. યશ, પદ અને ધનમાં વધારો કરાવનારી તક મળી શકે છે. બઢતી, બદલી અથવા નવા કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને કાર્યક્ષેત્રે પ્રશંસા મળશે. શુભ રંગ લાલ અને શુભ અંક ૪-૮ રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ