જાહેરાત
તાજા સમાચાર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન: ‘ઓપરેશન સિંદૂર’થી પેપર લીક સુધી, દેશના મહત્વના મુદ્દાઓ પર મોટી વાત. | લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાતો: 1 કરોડ યુવાઓને AI તાલીમ, પરમાણુ ઊર્જામાં આત્મનિર્ભર બનવાનો સંકલ્પ. | ઐતિહાસિક ભૂચરમોરીમાં જામનગર જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. | દેશભક્તિના રંગમાં રંગાઈ જામનગરની રતનબાઈ મસ્જિદ, હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ. | માધવપુર ઘેડમાં 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી, દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર ગામ. | જામનગર જિલ્લા પંચાયતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ઉપપ્રમુખ પરેશ હિરપરાએ કર્યું ધ્વજવંદન. | જામનગરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, તિરંગાને સલામી સાથે ગુંજ્યું રાષ્ટ્રગાન. | જામનગર કોર્ટ પરિસરમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. | ધ્રોલમાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો: શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ. | તારીખ : ૧૫/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. |
પાછા મુખ્ય સમાચાર પર
ધર્મ ૧૪૨ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ધર્મ અંબાજી મંદિરમાં અષાઢ સુદ બીજ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર.

અંબાજી મંદિરમાં અષાઢ સુદ બીજ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર.

અંબાજી: શક્તિપીઠ અંબાજી મંદિરે અષાઢ સુદ બીજના પાવન અવસરને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓ અને ભક્તોની સુવિધા માટે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ આગામી તા. 16 જુલાઈ 2026, ગુરુવારના રોજ માતાજીની આરતી અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યા અનુસાર, અષાઢ સુદ બીજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે અંબાજી પહોંચતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ભક્તોને સરળતાથી દર્શન મળી રહે અને કોઈ અગવડતા ન સર્જાય તે માટે આરતી અને દર્શનના સમયમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા સમયપત્રક મુજબ સવારે માતાજીની આરતીનો સમય સવારે 7:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ભક્તો માટે સવારે 8:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સવારે દર્શન પૂર્ણ થયા બાદ મંદિરના નિયમ મુજબ 11:30 થી 12:00 વાગ્યા સુધી મંદિર મંગળ રહેશે.

ત્યારબાદ બપોરે 12:00 થી 12:30 વાગ્યા સુધી રાજભોગનો સમય રહેશે. રાજભોગ બાદ બપોરના દર્શનનો સમય 12:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન ભક્તો માતાજીના દર્શન કરી શકશે.

સાંજના સમયે માતાજીની આરતીનો સમય 7:00 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી રહેશે. જ્યારે રાત્રિના દર્શન માટે મંદિર 7:30 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી દ્વારા જાહેર અખબારી યાદી મારફતે ભક્તો અને જાહેર જનતાને આ નવા સમયપત્રકની નોંધ લેવા અપીલ કરવામાં આવી છે. તેમજ યાત્રાળુઓએ દર્શન માટે આવતા પહેલા નવા સમયનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તોની હાજરી રહેવાની સંભાવના છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા, વ્યવસ્થા અને સુચારુ દર્શન માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ