રાશિફળ આજનું રાશિફળ: તા. 13 જુલાઈ, સોમવાર | જેઠ વદ ચૌદશ.
મીન સહિત બે રાશિના જાતકોને સિઝનલ ધંધામાં લાભ, સંતાન સંબંધિત ચિંતા ઘટશે
મેષ (અ, લ, ઈ)
આજે કામકાજ દરમિયાન નાના-મોટા અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આયોજન મુજબ કાર્યો પૂર્ણ કરવામાં વિલંબ થવાની શક્યતા છે. બિનજરૂરી ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી આર્થિક વ્યવહારમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો.
શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૨, ૬
વૃષભ (બ, વ, ઉ)
દિવસ વ્યસ્તતાભર્યો રહેશે. મહત્વપૂર્ણ કામોને લઈને કોઈ અગત્યની મુલાકાત અથવા ચર્ચા થઈ શકે છે. નવી યોજના માટે અનુકૂળ વાતાવરણ બનશે. કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવશો.
શુભ રંગ: મેંદી
શુભ અંક: ૩, ૮
મિથુન (ક, છ, ધ)
પરિવાર અને ઘરેલુ જવાબદારીઓના કારણે દોડધામ અને ખર્ચ વધે તેવી શક્યતા છે. જોકે અંતે મહત્વના કામોમાં સફળતા મળશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક સંતોષ મળશે.
શુભ રંગ: મરૂન
શુભ અંક: ૮, ૪
કર્ક (ડ, હ)
પાડોશી અથવા નજીકના લોકો સાથે સંબંધિત કામોમાં વ્યસ્તતા રહેશે. ભાઈ-બહેન અને પરિવારજનોનો સહયોગ મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થવાથી રાહતનો અનુભવ થશે.
શુભ રંગ: સફેદ
શુભ અંક: ૨, ૯
સિંહ (મ, ટ)
કામકાજ સામાન્ય રીતે આગળ વધશે, પરંતુ મનમાં અશાંતિ અને ચિંતા અનુભવાઈ શકે છે. પરિવાર સંબંધિત કોઈ મુદ્દો તમને વ્યસ્ત રાખી શકે છે. ધીરજ અને સંયમ રાખવો લાભદાયક રહેશે.
શુભ રંગ: લીલો
શુભ અંક: ૧, ૪
કન્યા (પ, ઠ, ણ)
તમારી બુદ્ધિ, અનુભવ અને મહેનતના બળે મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા મળશે. મીઠી વાણી અને સકારાત્મક અભિગમના કારણે સંબંધો મજબૂત બનશે અને કામ સરળતાથી પૂર્ણ થશે.
શુભ રંગ: મરૂન
શુભ અંક: ૩, ૬
તુલા (ર, ત)
સિઝનલ વેપાર કરતા જાતકોએ માલનો વધુ પડતો જથ્થો ભેગો કરવાનું ટાળવું. ગ્રાહકોની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવું જરૂરી રહેશે. મોસાળ અથવા સાસરી પક્ષે દોડધામ થઈ શકે છે.
શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૫, ૭
વૃશ્ચિક (ન, ય)
વ્યવસાયિક કામો ઉપરાંત સામાજિક અને સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્તતા રહેશે. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. નવા સંપર્કો ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે.
શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૪, ૮
ધન (ભ, ધ, ફ, ઢ)
આજે વાહન ચલાવવામાં તેમજ આર્થિક વ્યવહારમાં સાવચેતી રાખવી. પરિવાર સંબંધિત કોઈ મુદ્દો ચિંતાનું કારણ બની શકે છે. શાંતિપૂર્વક અને સમજી-વિચારીને નિર્ણય લેવો યોગ્ય રહેશે.
શુભ રંગ: કેસરી
શુભ અંક: ૨, ૭
મકર (ખ, જ)
જૂના મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થવાથી આનંદની લાગણી અનુભવશો. નોકરી અથવા વ્યવસાયના કામે બહાર જવાનું બની શકે છે. નવા અવસર મળવાની શક્યતા છે.
શુભ રંગ: લાલ
શુભ અંક: ૫, ૯
કુંભ (ગ, શ, સ)
વ્યક્તિગત કામોની સાથે પરિવાર અને સગા-સંબંધીઓના કામમાં પણ સમય આપવો પડશે. મહત્વના કાર્યો પૂર્ણ થતાં માનસિક રાહત મળશે. સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૪, ૬
મીન (દ, ચ, ઝ, થ)
સિઝનલ ધંધા સાથે જોડાયેલા જાતકોને અચાનક સારી ઘરાકી મળવાથી આવકમાં વધારો થઈ શકે છે. સંતાન સંબંધિત ચિંતા ઓછી થશે અને મનમાં રાહતનો અનુભવ થશે. નવા કામ માટે દિવસ શુભ માનવામાં આવે છે.
શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૧, ૬