જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં સિટી બસની અડફેટે વિકલાંગ વૃદ્ધ ઘવાયા | ‘છોટીકાશી’ જામનગરમાં કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા | ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ. | જામનગરના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સઘન ચેકિંગથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત. | તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ | KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ | જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૭૧ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું શહેર જંગલેશ્વર ડિમોલિશનના બિલોથી ચકચાર.....

જંગલેશ્વર ડિમોલિશનના બિલોથી ચકચાર.....

માત્ર ડ્રોન-વીડિયોગ્રાફી પાછળ જ ₹22 લાખનો ખર્ચ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહીના ખર્ચને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં રજૂ થયેલા બિલોએ અનેક સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને માત્ર ડ્રોન અને વીડિયોગ્રાફી પાછળ જ રૂ. 22 લાખનો ખર્ચ દર્શાવવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય, મળતી માહિતી મુજબ, ડિમોલિશન કામગીરીને લગતા અત્યાર સુધીમાં ચાર અલગ-અલગ બિલ રજૂ કરવામાં આવ્યા, આ બિલોમાં વિવિધ સેવાઓ અને કામગીરી માટે નોંધપાત્ર ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું,  જેના કારણે સરકારી ખર્ચની પારદર્શિતા અંગે ચર્ચા તેજ....

સૌથી વધુ ધ્યાન ખેંચનાર મુદ્દો ડ્રોન સર્વે અને વીડિયોગ્રાફી માટે દર્શાવવામાં આવેલ રૂ. 22 લાખનો ખર્ચ છે. સામાન્ય રીતે આવી કામગીરી માટે થતો ખર્ચ અને રજૂ કરાયેલા બિલ વચ્ચેના તફાવતને લઈને અનેક પ્રશ્નો ઊભા, સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી સામે આવેલા બિલો માત્ર પ્રાથમિક ખર્ચને લગતા,  જ્યારે ડિમોલિશનની મુખ્ય કામગીરી, મશીનરી, મજૂરી અને અન્ય ખર્ચના મસમોટા બિલો હજુ રજૂ થવાના બાકી હોવાનું પણ જાણવા મળી.....

જંગલેશ્વર ડિમોલિશન અભિયાનને લઈને હવે નાણાકીય ખર્ચ અને તેની પ્રક્રિયા પર લોકોની નજર ટકેલી છે. આગામી દિવસોમાં બાકી રહેલા બિલો જાહેર થયા બાદ કુલ ખર્ચ કેટલો થાય છે અને તેમાં શું વિગતો સામે આવે છે તે મહત્વનું રહેશે.

હાલ ચાર બિલો સામે આવ્યા બાદ સમગ્ર મામલો રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે સંબંધિત વિભાગો દ્વારા રજૂ થનારા આગામી બિલો અને ખર્ચની વિગતો પર સૌની નજર મંડાઈ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ