જાહેરાત
તાજા સમાચાર
પ્રજા આક્રોશમાં અને નગરસેવક મોજમાં? કડોદરા પાલિકાના પ્રમુખનો વીડિયો વાયરલ થતાં વિવાદ, રહીશોમાં રોષ. | બહામાસમાં ભયાનક પ્લેન ક્રેશ: તમામ 10ના મોત, ફ્લેમિંગો એરની ફ્લાઇટ્સ સ્થગિત. | ઉપલેટાના ચીખલીયા ગામે SOGનો મેગા દરોડો: 17.342 કિલો ગાંજો ઝડપાયો, 8.72 લાખનો મુદ્દામાલ જપ્ત, | TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્વની જાહેરાત | જાણો, તા. ૧૧ જુલાઈ, શનિવાર અને જેઠ વદ બારસનું રાશિફળ. | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૧ : અર્જુન વિશાદ યોગ શ્લોક ૩૧ | માતાના અવસાન બાદ બહેન બની ભાઈની માતા : 9મા ધોરણની વિદ્યાર્થીની દોઢ વર્ષના ભાઈને સાથે લઈને પહોંચી શાળાએ. | WHOની ચેતવણી : વર્ષ 2050 સુધીમાં કેન્સરના કેસોમાં 70%નો વધારો થવાની શક્યતા, જીવનશૈલીમાં બદલાવ જ બચાવનો માર્ગ | અમદાવાદના 10 કિમી વિસ્તારના વાહનચાલકો પર વધારાનો બોજઃ 195 ગામોમાં લાગુ થશે AMCનો વાહન વેરો | નવી 9 મહાનગરપાલિકાઓને મોટી ભેટઃ જાહેર સુવિધાઓ માટે 5 વર્ષ સુધી સરકારી જમીન વિનામૂલ્યે આપશે ગુજરાત સરકાર |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૩૫ વાર જોવાયેલ એક કલાક પેહલા

રાશિફળ જાણો, તા. ૧૧ જુલાઈ, શનિવાર અને જેઠ વદ બારસનું રાશિફળ.

જાણો, તા. ૧૧ જુલાઈ, શનિવાર અને જેઠ વદ બારસનું રાશિફળ.

મકર સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય

મેષ (અ, લ, ઈ)
દિવસની શરૂઆતથી જ વિવિધ કામોમાં વ્યસ્તતા રહેશે. મિત્રવર્ગ અને સહયોગીઓનો સારો સાથ મળશે. નવા સંપર્કો લાભદાયી બની શકે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૫, ૩

વૃષભ (બ, વ, ઉ)
તમારા કામની પ્રશંસા થવાથી આત્મવિશ્વાસ વધશે. વિદેશ અથવા બહારગામ સંબંધિત કામમાં સાનુકૂળતા મળશે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૪, ૭

મિથુન (ક, છ, ધ)
સરકારી, કોર્ટ-કચેરી અથવા દસ્તાવેજી કામમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ટાળો.
શુભ રંગ: મેંદી | શુભ અંક: ૬, ૮

કર્ક (ડ, હ)
માનસિક ચિંતા અને દ્વિધા વચ્ચે પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૩, ૯

સિંહ (મ, ટ)
ધંધા-વ્યવસાયમાં લાભની શક્યતા છે. સામાજિક અને વ્યવહારિક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૨, ૮

કન્યા (પ, ઠ, ણ)
ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ મળશે. વિદેશ સંબંધિત કામ અથવા સંપર્કોમાં પ્રગતિ થઈ શકે છે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૪, ૧

તુલા (ર, ત)
ઘર અને કાર્યસ્થળ બંનેની ચિંતાઓ મન પર હાવી રહી શકે છે. ધીરજ રાખીને આયોજનબદ્ધ રીતે કામ કરવું લાભદાયી રહેશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૬, ૮

વૃશ્ચિક (ન, ય)
લાંબા સમયથી અટવાયેલા કામમાં ધીમે-ધીમે પ્રગતિ થશે. સંતાન સંબંધિત ચિંતા ઓછી થવાથી માનસિક રાહત મળશે.
શુભ રંગ: પિચ | શુભ અંક: ૩, ૯

ધન (ભ, ધ, ફ, ઢ)
સ્પર્ધકો અથવા વિરોધીઓ અવરોધ ઉભા કરવાનો પ્રયાસ કરી શકે છે. શુભ પ્રસંગો પાછળ ખર્ચ થવાની શક્યતા છે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૮, ૪

મકર (ખ, જ)
અગત્યના કામમાં સફળતા મળવાની શક્યતા છે. મહત્વના નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ રહેશે અને રાહતનો અનુભવ થશે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૨, ૫

કુંભ (ગ, શ, સ)
કામકાજમાં કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. રોકાણ અને નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખો.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૭, ૮

મીન (દ, ચ, ઝ, થ)
દેશ-વિદેશના વેપાર, આયાત-નિકાસ અને મહત્વપૂર્ણ મુલાકાતોમાં સાનુકૂળ પરિણામ મળશે. નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૩, ૯

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ