જાહેરાત
તાજા સમાચાર
ઓખા નગરપાલિકાની મોટી કાર્યવાહી: બેટ વિસ્તારમાં સરકારી-ગૌચર જમીન પર દબાણના આક્ષેપ, મિલકતના પુરાવા રજૂ કરવા નોટિસ. | વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, ૧૦૮ કલાકારોના ડમરુના નાદથી ગુંજી ઊઠી ઐતિહાસિક નગરી. | એક લાખ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપશે ગુજરાત સરકાર, 250થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ જોડાશે. | પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: ગૌવંશ તસ્કરી અને હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે ગુજસીટોક. | જામનગર જિલ્લાના ૧૨ દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ, ૯ ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે. | ‘TIP’નો ખેલ ખતમ! કેબ બુકિંગ પહેલાં નહીં આપી શકાય એડવાન્સ ટિપ, કેન્દ્રનો મોટો આદેશ. | સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 24,350ની આસપાસ; બેન્કિંગ અને IT શેરોમાં વેચવાલી. | ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ABVPનું જામનગરમાં પ્રદર્શન. | ભારતીય નૌકાદળને રૂ. 18,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘કામિકાઝ’ ડ્રોનની મંજૂરી. | બંગાળની ખાડીમાં નવી વેધર સિસ્ટમ સક્રિય, ફરી મૂશળધાર વરસાદની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૭૫ વાર જોવાયેલ 2 અઠવાડિયા પેહલા

રાશિફળ જાણો, તા. 25 જુલાઈ, શનિવાર, અષાઢ સુદ અગિયારસ (દેવશયની એકાદશી)નું રાશિફળ.

જાણો, તા. 25 જુલાઈ, શનિવાર, અષાઢ સુદ અગિયારસ (દેવશયની એકાદશી)નું રાશિફળ.

મુખ્ય રાશિ ભવિષ્ય

ધન અને મીન સહિત બે રાશિના જાતકોએ આજે નાણાકીય રોકાણ અને વ્યવહારોમાં વિશેષ સાવધાની રાખવી. ઉતાવળમાં લીધેલા નિર્ણયો ટાળવા યોગ્ય રહેશે.

મેષ (અ, લ, ઈ)

આજે કામકાજમાં હરિફો અથવા ઈર્ષાળુ લોકો અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કરી શકે છે. વાદ-વિવાદ અને ગેરસમજથી દૂર રહી શાંતિપૂર્વક કામ કરશો તો સફળતા મળશે.

શુભ રંગ: કેસરી
શુભ અંક: ૬, ૯

વૃષભ (બ, વ, ઉ)

જાહેર ક્ષેત્ર, સંસ્થાકીય અથવા સરકારી કામોમાં સાવધાની રાખવાની જરૂર છે. રાજકીય અથવા સરકારી અધિકારીઓ સાથેની મુલાકાત લાભદાયી બની શકે છે.

શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૨, ૫

મિથુન (ક, છ, ધ)

આજે સ્વાસ્થ્ય, ધન અને વાહન સંબંધિત બાબતોમાં સાવચેતી રાખો. પારિવારિક પ્રશ્નોને કારણે મનમાં થોડી ચિંતા રહી શકે છે.

શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૭, ૪

કર્ક (ડ, હ)

આયાત-નિકાસ, વિદેશ અથવા મુસાફરી સંબંધિત કાર્યોમાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે. મહત્વપૂર્ણ મુલાકાતોમાં ધીરજ રાખવી.

શુભ રંગ: સફેદ
શુભ અંક: ૩, ૫

સિંહ (મ, ટ)

આવેશ અને ઉતાવળથી દૂર રહો. જમીન, મકાન અથવા મિલકત સંબંધિત કાર્યોમાં થોડી અડચણો આવી શકે છે.

શુભ રંગ: પીળો
શુભ અંક: ૧, ૪

કન્યા (પ, ઠ, ણ)

સિઝનલ ધંધા સાથે જોડાયેલા લોકો ગ્રાહકોની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપે. વિદેશ સંબંધિત કાર્યોમાં વિલંબ અને સંતાન અંગે ચિંતા થઈ શકે.

શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૫, ૬

તુલા (ર, ત)

સરકારી, રાજકીય અથવા ખાતાકીય કાર્યોમાં અપેક્ષા મુજબ પરિણામ ન મળે. ધીરજ અને આયોજનથી આગળ વધવું લાભદાયી રહેશે.

શુભ રંગ: લીલો
શુભ અંક: ૮, ૪

વૃશ્ચિક (ન, ય)

માનસિક ચિંતા અને દ્વિધાને કારણે નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે. શાંતિથી વિચાર કરીને આગળ વધશો તો પરિસ્થિતિ અનુકૂળ બનશે.

શુભ રંગ: લવંડર
શુભ અંક: ૪, ૯

ધન (ભ, ધ, ફ, ઢ)

નાણાકીય રોકાણ, લેવડ-દેવડ અને નવા વ્યવસાયિક નિર્ણયો લેવામાં વિશેષ સાવધાની રાખો. સામાજિક અને વ્યવહારિક કાર્યોમાં ઉતાવળ ટાળો.

શુભ રંગ: પિસ્તા
શુભ અંક: ૬, ૮

મકર (ખ, જ)

સહકર્મીઓ અથવા કર્મચારીઓના કારણે કામમાં થોડી મુશ્કેલી આવી શકે છે. પડોશીઓ સાથેના વિવાદથી દૂર રહેવું.

શુભ રંગ: ગ્રે
શુભ અંક: ૨, ૫

કુંભ (ગ, શ, સ)

નોકરીમાં હોવ તો પરિવારની ચિંતા અને ઘરે હોવ તો કામની ચિંતા મનને વ્યસ્ત રાખી શકે છે. સંતુલન જાળવવાનો પ્રયાસ કરો.

શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૩, ૭

મીન (દ, ચ, ઝ, થ)

વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સંતાન સંબંધિત પ્રશ્નોને લઈને ચિંતા થઈ શકે છે. નાણાકીય નિર્ણયો વિચારીને લેવા.

શુભ રંગ: લાલ
શુભ અંક: ૪, ૯

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ