જાહેરાત
તાજા સમાચાર
50,000 કિલો સોનાનું વેચાણ! રોકડ તરફ વળતા રોકાણકારો, સોનાની બજારમાં મોટો બદલાવ | આજે રાત્રે આકાશમાં દેખાશે અદભૂત ‘સ્ટ્રોબેરી મૂન’! પૂર્ણિમાના ચાંદનો મનમોહક નજારો જોવા મળશે | પુત્રની દેવાદારી અને કુટેવોથી ત્રસ્ત માતાની વ્હારે આવી 181 અભયમ હેલ્પલાઇન, કાઉન્સેલિંગ બાદ સુખદ સમાધાન. | ઓડિશાની સરકારી સ્કૂલોના પુસ્તકોમાં 1,678 ભૂલોનો વિસ્ફોટ! ન્યુટન ‘પાઇલટ’ બન્યા, હમ્પી-કર્ણાટકના ફોટા ઓડિશામાં છપાયા, ચાર અધિકારી સસ્પેન્ડ | જગન્નાથ પુરીમાં અનોખી પરંપરાનો પ્રારંભ! શાહી સ્નાન બાદ 'બીમાર' થયા મહાપ્રભુ, હવે 15 દિવસ સુધી બંધ રહેશે દર્શન | જામનગરની શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પાંચ શાળાઓનો સંયુક્ત 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' યોજાયો. | વડોદરામાં ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ તરફ ઐતિહાસિક પગલું: 30 ઈલેક્ટ્રિક બસોનું પ્રસ્થાન..... | કાલાવડના મણવર ખીજડીયા ગામમાં 10 બાળકોની તબિયત લથડી, મધ્યાન ભોજન બાદ ઝાડા-ઉલટીની અસરની આશંકા; તપાસ શરૂ. | વેરાવળની સરકારી શાળામાં આખરે પીવાના પાણીની પાઇપલાઇનનું કામ શરૂ, 20 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાવા તરફ. | સૌરાષ્ટ્રમાં જળસંકટની આહટ! વરસાદે વિરામ લેતાં અનેક ડેમ તળિયા નજીક, ખેડૂતો અને સરકાર બંને ચિંતિત |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૫ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર વડોદરામાં ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ તરફ ઐતિહાસિક પગલું: 30 ઈલેક્ટ્રિક બસોનું પ્રસ્થાન.....

વડોદરામાં ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ તરફ ઐતિહાસિક પગલું: 30 ઈલેક્ટ્રિક બસોનું પ્રસ્થાન.....

વડોદરા શહેરે સ્વચ્છ, હરિત અને આધુનિક પરિવહન વ્યવસ્થાની દિશામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું,  કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરની પ્રેરક ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વડોદરામાં ‘પીએમ ઈ-બસ સેવા’ અંતર્ગત 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોનું પ્રસ્થાન કરવામાં,  આ પ્રસંગ જીએસએફસી ગેટ નંબર-1 ખાતે યોજાયેલા ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ દરમિયાન યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી બતાવી આ પર્યાવરણમૈત્રી બસોને જનસેવામાં સમર્પિત, વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને “ક્લીન સિટી-ગ્રીન સિટી” બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતી આ પહેલને નાગરિકોએ ઉત્સાહભેર આવકારી, આ નવી વ્યવસ્થાથી શહેરના જાહેર પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે, જે સ્વચ્છ ઊર્જા અને આધુનિક ટેક્નોલોજી આધારિત પરિવહન તરફ રાજ્યની દિશા સ્પષ્ટ કરે, 

કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા શહેરની વધતી જતી જનસંખ્યા, ટ્રાફિક દબાણ અને પર્યાવરણ સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને કુલ 250 ઈલેક્ટ્રિક બસોની યોજના મંજૂર,  અગાઉ 100 બસોની યોજના હતી, પરંતુ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને વિસ્તૃત કરીને 250 બસો સુધી વધારવામાં આવી, આ યોજનાના પ્રથમ ચરણમાં 130 બસો ફાળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાંથી પ્રથમ 30 બસોનું આજે ઔપચારિક પ્રસ્થાન કરવામાં આવ્યું, આ બસો શહેરના વિવિધ મહત્વપૂર્ણ રૂટ્સ પર ધીમે ધીમે કાર્યરત કરવામાં આવશે, જેના કારણે ખાનગી વાહનો પરનો ભાર ઘટશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત પહેલથી વડોદરાને આધુનિક જાહેર પરિવહનનું મોડલ શહેર બનાવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા, અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી મહિનાઓમાં વધુ બસો ઉમેરવામાં આવશે જેથી સમગ્ર શહેરને આવરી શકાય, 

આ ઈલેક્ટ્રિક બસોની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઝીરો એમિશન ટેક્નોલોજીથી સજ્જ,  એટલે કે આ બસો ચલાવતી વખતે કોઈ પ્રકારનો કાર્બન ઉત્સર્જન થતો નથી, જેના કારણે હવા પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો, બસો સંપૂર્ણપણે એસી (એર કન્ડિશન્ડ) અને અવાજરહિત છે, જેના કારણે મુસાફરોને આરામદાયક અને શાંતિપૂર્ણ મુસાફરીનો અનુભવ,  મુસાફરી દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક બસમાં CCTV કેમેરા, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી,  આ ઉપરાંત, આપાતકાલીન સ્થિતિમાં ઉપયોગ માટે ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એઈડ કિટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ, નિષ્ણાતોનું માનવું છે કે આવી આધુનિક સુવિધાઓથી મુસાફરોની સુરક્ષા અને સેવા ગુણવત્તામાં મોટો સુધારો, સાથે સાથે શહેરમાં જાહેર પરિવહન પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ વધશે, 

 

વડોદરા મહાનગરપાલિકાએ આ બસોને દરેક વર્ગના નાગરિકો માટે અનુકૂળ બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરી, બસો વ્હીલચેર એક્સેસિબલ છે, જેથી દિવ્યાંગ નાગરિકોને મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન પડે. સિનિયર સિટીઝન માટે આરક્ષિત બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે, જ્યારે મહિલાઓની સુરક્ષા અને આરામને ધ્યાનમાં રાખીને ખાસ ‘પિંક સીટ્સ’ પણ અનામત રાખવામાં આવી,  કેટલીક પસંદગીની બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે, જેથી દિવ્યાંગ મુસાફરો સરળતાથી બસમાં ચઢી-ઉતરી શકે, ટેક્નોલોજીના ઉપયોગથી મુસાફરીને વધુ સરળ બનાવવા માટે ડિજિટલ ટિકિટિંગ સિસ્ટમ, GPS આધારિત લાઈવ ટ્રેકિંગ અને પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી, મુસાફરો હવે રોકડ ઉપરાંત UPI, ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ટિકિટ ખરીદી શકશે, આ ડિજિટલ વ્યવસ્થાથી પારદર્શિતા વધશે અને મુસાફરી વધુ સુગમ બનશે,

આ સમગ્ર ઈ-બસ સેવા માટે શહેરમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવવામાં આવ્યું, વડોદરાના ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા, સયાજીપુરા અને મકરપુરા ખાતે ખાસ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા, આ ચાર્જિંગ સ્ટેશનો દ્વારા બસોના સતત સંચાલનને સુનિશ્ચિત કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને તેમાં ઝડપી ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ છે, જેથી બસોની કામગીરી પર કોઈ અસર ન પડે, શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવાની પણ યોજના, આ પગલાથી વડોદરા માત્ર જાહેર પરિવહનમાં જ નહીં, પરંતુ સમગ્ર ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રમાં એક આગવું મોડલ શહેર બની શકે,

 

આ મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યમંત્રી ડો. મનીષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા, તમામ મહેમાનોએ આ પહેલને પર્યાવરણ સુરક્ષા અને આધુનિક શહેરી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું, કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે વડોદરામાં ઈ-મોબિલિટીનો વ્યાપ વધવાથી શહેરનું કાર્બન ફૂટપ્રિન્ટ નોંધપાત્ર રીતે ઘટશે અને સ્વચ્છ હવા માટેનું માહોલ વધુ મજબૂત બનશે, સાથે સાથે જાહેર પરિવહન વધુ સુલભ બનવાથી નાગરિકો ખાનગી વાહનોની જગ્યાએ બસ સેવાઓ તરફ વળશે, જેના કારણે ટ્રાફિક જામ અને પાર્કિંગ સમસ્યાઓમાં પણ ઘટાડો થશે,

વડોદરા મહાનગરપાલિકાની આ પર્યાવરણપ્રેમી પહેલ માત્ર એક પરિવહન યોજના નથી, પરંતુ તે ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ અને ટકાઉ શહેરની દિશામાં લેવામાં આવેલું ક્રાંતિકારી પગલું, ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ ઈલેક્ટ્રિક બસ સેવા એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ રહી, નાગરિકો માટે આધુનિક, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી મુસાફરીની શરૂઆત સાથે વડોદરા હવે રાજ્યમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું આગવું ઉદાહરણ બની રહ્યું, આગામી સમયમાં વધુ બસો અને વિસ્તૃત સેવાઓ સાથે શહેરનું જાહેર પરિવહન માળખું વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી...........

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ