મારું શહેર શહેરામાં ક્રિકેટનું નવું આકર્ષણ: ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે ‘ઈગલ ક્રિકેટ બોક્સ’નું ઉદ્ઘાટન....
શહેરા વિસ્તારમાં રમતગમતના ક્ષેત્રમાં એક નવી પહેલ રૂપે આધુનિક સુવિધાઓથી સજ્જ ‘ઈગલ ક્રિકેટ બોક્સ’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, વાઘજીપુર ચોકડી પાસે તૈયાર કરાયેલા આ નવા ક્રિકેટ બોક્સનું વિધિવત ઉદ્ઘાટન લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું, શહેરાના યુવાનો અને રમતપ્રેમીઓ માટે આ નવી સુવિધા એક મહત્વપૂર્ણ ભેટરૂપ બની છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, રમતપ્રેમીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવા ક્રિકેટ બોક્સને લઈને ખુશી વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી શહેરામાં યુવાઓ માટે રમતમાં નવી તક અને આધુનિક સુવિધાઓની માંગ ઉઠતી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું ઇન્ડોર-સ્ટાઇલ ક્રિકેટ બોક્સ શરૂ કરવામાં આવ્યું, આ સુવિધા દ્વારા ખાસ કરીને યુવાનોને સુરક્ષિત અને વ્યવસ્થિત વાતાવરણમાં ક્રિકેટ રમવાની તક,
વાઘજીપુર ચોકડી પાસે તૈયાર થયેલું આ ‘ઈગલ ક્રિકેટ બોક્સ’ આધુનિક નેટિંગ, સારી રીતે તૈયાર કરેલી પિચ અને રાત્રિ સમયે રમવા માટે લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ, ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે આજના સમયમાં યુવાઓમાં ક્રિકેટ પ્રત્યે ભારે આકર્ષણ અને તેમની ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા માટે આવા રમતગમત કેન્દ્રો અત્યંત જરૂરી, તેમણે ઉમેર્યું હતું કે ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં રમતગમતની સુવિધાઓ વિકસે તો યુવાનોને નશા કે અન્ય ખોટી પ્રવૃત્તિઓથી દૂર રાખી શકાય, આ નવી સુવિધા માત્ર રમતમાં જ નહીં પરંતુ શારીરિક તંદુરસ્તી, ટીમ વર્ક અને સ્પોર્ટ્સમેનશિપની ભાવનાને પણ પ્રોત્સાહન આપશે, ઉદ્ઘાટન બાદ ધારાસભ્યે પોતે ક્રિકેટ પિચ પર આવીને બેટ હાથમાં લીધું અને પ્રથમ બોલ રમીને આ ક્રિકેટ બોક્સને સત્તાવાર રીતે ખેલાડીઓ માટે ખુલ્લું, આ ક્ષણે ઉપસ્થિત યુવાનોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો અને સમગ્ર મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું,
આ પ્રસંગે શહેરા તથા આસપાસના વિસ્તારના અનેક આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા, તેમાં મકસુદભાઈ પોચા, પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જેકી મુલચંદાણી, જુનેદભાઈ લડબડ, અજીતભાઈ શેખ, ઇકબાલભાઈ પોચા તથા કનૈયાલાલ પિતુમલ મુલચંદાણી સહિત અનેક આગેવાનોનો સમાવેશ, તમામ મહેમાનોનું આયોજક સમિતિ દ્વારા પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, કાર્યક્રમ દરમિયાન તમામ આગેવાનોએ નવી રમતગમત સુવિધાની પ્રશંસા અને જણાવ્યું કે આવા પ્રયાસોથી શહેરા વિસ્તારમાં રમતગમતની સંસ્કૃતિ વધુ મજબૂત, ખાસ કરીને સ્થાનિક યુવાનોને હવે ક્રિકેટ માટે શહેર બહાર જવાની જરૂર નહીં અને તેઓ પોતાના વિસ્તારમાં જ ઉચ્ચ સ્તરની સુવિધાઓનો લાભ લઈ શકશે, આ પહેલને સ્થાનિક સ્તરે રમતગમતના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું,

આજના સમયમાં યુવાઓમાં બોક્સ ક્રિકેટનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે શહેરા જેવા વિસ્તારોમાં આવી આધુનિક સુવિધા શરૂ થવાથી રમતપ્રેમીઓને નવી તક મળી છે. ખાસ કરીને અભ્યાસ અને કામકાજ સાથે જોડાયેલા યુવાનો માટે આ પ્રકારનું બોક્સ ક્રિકેટ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ મર્યાદિત સમયમાં પણ રમતનો આનંદ લઈ શકે છે. ઈન્ડોર પ્રકારની આ સુવિધા હોવાને કારણે હવામાનની અસર વગર આખા વર્ષ દરમિયાન ક્રિકેટ રમવી શક્ય બનશે. ઉપરાંત રાત્રિના સમયે પણ લાઈટિંગની વ્યવસ્થા હોવાથી કામકાજ પછીના સમયમાં પણ ખેલાડીઓ માટે આ સ્થળ ઉપયોગી બની રહેશે. સ્થાનિક ક્રિકેટ રસિકોએ આ નવી પહેલનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું છે કે લાંબા સમયથી આવી સુવિધાની જરૂર હતી, જે હવે પૂર્ણ થઈ છે. આ કેન્દ્ર યુવા ખેલાડીઓ માટે તાલીમ અને પ્રતિભા વિકાસનું પણ મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે.
શહેરા ગોધરા હાઈવે ઉપર આવેલ વાઘજીપુર ચોકડી વિસ્તાર વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યાં આસપાસના અનેક ગામોના યુવાનો સરળતાથી પહોંચી શકે છે. આ કારણથી ‘ઈગલ ક્રિકેટ બોક્સ’નું સ્થાન પણ અત્યંત અનુકૂળ ગણાય છે. રમતગમતના વિકાસ માટે આવા હાઈવે કનેક્ટેડ કેન્દ્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે વધુને વધુ યુવાનોને જોડે છે. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા વધુ રમતગમત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે અને યુવાનો માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેમણે આયોજકોને આ સુંદર પહેલ માટે અભિનંદન આપ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે આ ક્રિકેટ બોક્સમાંથી નવા પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવશે, જે જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરશે.
ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સમગ્ર વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. યુવાનોમાં નવી સુવિધા શરૂ થતાં જ પ્રથમ મેચ રમવાની ઉત્સુકતા જોવા મળી હતી. સ્થાનિક લોકોનું માનવું છે કે આ પ્રકારની પહેલથી ગ્રામ્ય અને શહેરી યુવાનો વચ્ચે રમતગમતનું અંતર ઘટશે અને એક નવી રમત સંસ્કૃતિ વિકસશે. સાથે સાથે સ્વસ્થ જીવનશૈલી તરફ પણ યુવાનોનો ઝુકાવ વધશે. શહેરા વિસ્તારમાં શરૂ થયેલું આ ‘ઈગલ ક્રિકેટ બોક્સ’ માત્ર એક રમતગમત કેન્દ્ર નહીં પરંતુ યુવાનોના વિકાસ, મનોરંજન અને પ્રતિભા નિર્માણનું મહત્વપૂર્ણ મંચ બની રહેશે, એવું સ્થાનિક સ્તરે માનવામાં આવી રહ્યું છે. આ રીતે શહેરાની રમતગમત યાત્રામાં આ નવી શરૂઆત એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ છે.
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ