જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં નવનિયુક્ત શાસનાધિકારી ડૉ. બીનાબેન દવેનું સ્વાગત. | શારદીય નવરાત્રીના આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના માતાની ઉપાસનાથી સુખ, શાંતિ, પવિત્રતા અને સદાચારની પ્રેરણા. | જામનગરમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થા પર SOGનો દરોડો. | જામનગરમાં નવરાત્રીને લઈ પોલીસ એક્શનમાં. | 18 ઓક્ટોબર, રવિવારનું રાશિફળ. | રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૦૮ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

મારું શહેર જામનગરના ક્રિકેટ બંગલામાં SCA સિલેક્શન દરમિયાન હોબાળો, આજીવન સભ્યએ કર્યો વિરોધ.

જામનગરના ક્રિકેટ બંગલામાં SCA સિલેક્શન દરમિયાન હોબાળો, આજીવન સભ્યએ કર્યો વિરોધ.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા આજે જામનગરના ક્રિકેટ બંગલામાં યોજાયેલા ખેલાડી સિલેક્શન દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો હતો. સિલેક્શન પ્રક્રિયા દરમિયાન એસોસિએશનના આજીવન સભ્ય સહદેવસિંહ દ્વારા સિલેક્શન પદ્ધતિ પર ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, સહદેવસિંહે આરોપ લગાવ્યો હતો કે સિલેક્શન પ્રક્રિયા “મનમાની રીતે” અને નિયમો વિરુદ્ધ રીતે કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, જામનગર એસોસિએશનના વર્તમાન પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને નિર્ણયો પારદર્શક રીતે લેવાતા નથી.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી કોઈ સત્તાવાર લેટર અથવા મંજૂરી વિના બે વ્યક્તિઓને સિલેક્શન પ્રક્રિયા માટે મોકલવામાં આવ્યા હતા, જે નિયમોનું ઉલ્લંઘન હોવાનું તેઓએ જણાવ્યું હતું.

આ મુદ્દે સ્થળ પર થોડીવાર માટે પૂર્વ પ્રમુખ અને સહદેવસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું. જોકે બાદમાં હાજર અધિકારીઓ અને સ્ટાફના હસ્તક્ષેપથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.

આ સમગ્ર ઘટનાને કારણે થોડા સમય માટે સિલેક્શન પ્રક્રિયા અટકી ગઈ હતી, પરંતુ બાદમાં ખેલાડીઓ અને વાલીઓની હાજરી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિલેક્શન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી.

સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે, જ્યારે કેટલાક લોકો દ્વારા સિલેક્શન પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમિતતા જાળવવાની માંગ પણ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ