જાહેરાત
તાજા સમાચાર
જોગવડ ગામે ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ, ૬૪૮ ગ્રામ ગાંજો અને મોબાઈલ સહિત રૂ. ૩૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત. | EPFO ખાતાધારકો માટે મોટી ખુશખબર! હવે UPI અને ATM દ્વારા સીધા ઉપાડી શકાશે PFના પૈસા | મધ્ય ગુજરાત બન્યું વૈશ્વિક વેપાર અને નિકાસનું એન્જિન : રૂ. 1.74 લાખ કરોડની નિકાસ સાથે વિશ્વ બજારમાં ગુજરાતની મજબૂત ઓળખ, VGRC 2026 આપશે વિકાસને નવી ગતિ. | સાપર પીજીવીસીએલ કચેરીમાં એસીબીનો સપાટો: નાયબ ઇજનેર સહિત બે કર્મચારી રૂ. 80 હજારની લાંચ લેતા ઝડપાયા. | રેપિડો સામે ગુજરાત હાઇકોર્ટમાં મોટી કાનૂની લડત : પ્રાઈવેટ વાહનો દ્વારા પેસેન્જર સેવા મુદ્દે રાજ્ય સરકારને વલણ સ્પષ્ટ કરવા હુકમ. | જામનગરમાં આંગણવાડી બહેનોનો રોષ ફાટ્યો : પગાર વિલંબ અને બિલોની સમસ્યાને લઈ કમિશ્નર કચેરીએ ધસી આવ્યા. | શેરબજારમાં તેજીનો માહોલ : સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળી 77,410 પર બંધ, નિફ્ટી 24,168ની સપાટીએ. | કેશોદમાં કુટણખાનાનો પર્દાફાશ : બોગસ ગ્રાહક મારફતે પોલીસે ગોઠવ્યો જાળ, 3 શખ્સોની ધરપકડ; મુખ્ય સંચાલિકા પણ ઝડપાઈ. | બિહાર સરકારનો મોટો નિર્ણય! હવે સિંધુ દર્શન યાત્રા માટે મળશે ₹20,000 સહાય, કેબિનેટે 17 મહત્વના પ્રસ્તાવો મંજૂર કર્યા | શેરબજારમાં મિશ્ર વલણ : સેન્સેક્સ 50 પોઈન્ટ ઘટીને 77,100 પર, નિફ્ટી 24,050ની સપાટીએ; IT અને મીડિયા શેરોમાં વેચવાલી. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૧૧ વાર જોવાયેલ 2 કલાક પેહલા

ક્રાઇમ સાપર પીજીવીસીએલ કચેરીમાં એસીબીનો સપાટો: નાયબ ઇજનેર સહિત બે કર્મચારી રૂ. 80 હજારની લાંચ લેતા ઝડપાયા.

સાપર પીજીવીસીએલ કચેરીમાં એસીબીનો સપાટો: નાયબ ઇજનેર સહિત બે કર્મચારી રૂ. 80 હજારની લાંચ લેતા ઝડપાયા.

જામનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા વધુ એક સફળ ટ્રેપ ગોઠવવામાં આવ્યો છે. સાપર સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર સહિત બે કર્મચારીઓને નવા વીજ કનેક્શન અને વીજ લોડ વધારવાના કામ માટે રૂ. 80 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવતા સમગ્ર પીજીવીસીએલ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, એક જાગૃત નાગરિકે પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા તેમજ નવા વીજ કનેક્શન મેળવવા માટે સાપર સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરીમાં અરજી કરી હતી. અરજી કર્યા બાદ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. દરમિયાન નવું ટ્રાન્સફોર્મર (ટી.સી.) ફિટ કરી નવું મીટર લગાવી આપવાના બદલામાં કચેરીના નાયબ ઇજનેર રૂષી દિનેશચંદ્ર પરમારે શરૂઆતમાં રૂ. 1 લાખની લાંચની માંગણી કરી હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.

ફરીયાદી સાથે થયેલી રકઝક બાદ અંતે રૂ. 80 હજારની લાંચ સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ફરીયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે સીધો એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે જાણ કરી હતી. ફરીયાદના આધારે એસીબી જામનગરની ટીમે ગુપ્ત રીતે તપાસ હાથ ધરી અને ટ્રેપ ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી હતી.

ગઈકાલે બુધવારે જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી નજીક આવેલા નાગાર્જુન પેટ્રોલ પંપ સામે એસીબી દ્વારા ખાસ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. પૂર્વ આયોજન મુજબ ફરીયાદી આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. તે દરમિયાન નાયબ ઇજનેર રૂષી પરમાર વતી આસિસ્ટન્ટ લાઇનમેન મનોજભાઈ ડુંગારામ પ્રજાપતિ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને નક્કી કરાયેલી રૂ. 80 હજારની લાંચની રકમ માંગીને સ્વીકારી લીધી હતી.

જેમ જ લાંચની રકમ સ્વીકારવામાં આવી, તેમ એસીબીની ટીમે પૂર્વનિયોજિત સંકેતના આધારે કાર્યવાહી હાથ ધરી આસિસ્ટન્ટ લાઇનમેન મનોજ પ્રજાપતિને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તપાસનો દોર આગળ વધારતા એસીબી અધિકારીઓએ સાપર પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી નાયબ ઇજનેર રૂષી દિનેશચંદ્ર પરમારની પણ ધરપકડ કરી હતી.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર ટ્રેપમાં લાંચની માંગણી, સ્વીકાર અને રિકવરી – ત્રણેય બાબતો પુરાવા સાથે નોંધાઈ છે. રૂ. 80 હજારની લાંચની રકમ પણ કબજે લેવામાં આવી છે. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

ટ્રેપની કામગીરી એસીબી જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા તથા ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાએ કર્યું હતું. એસીબીની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાના પગલે પીજીવીસીએલના કર્મચારીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. એસીબી હવે તપાસ કરી રહી છે કે આરોપીઓ દ્વારા અગાઉ પણ આવી રીતે અન્ય અરજદારો પાસેથી લાંચ લેવામાં આવી હતી કે નહીં. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ભ્રષ્ટાચારના જાળાનું વધુ મોટું ચિત્ર સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બ્રેકિંગ લાઇન:

  • નવા વીજ કનેક્શન માટે રૂ. 1 લાખની માંગણી, રૂ. 80 હજારમાં થયો સોદો
  • એસીબીના ટ્રેપમાં આસિસ્ટન્ટ લાઇનમેન રંગેહાથ ઝડપાયો
  • નાયબ ઇજનેરની કચેરીમાંથી ધરપકડ, પીજીવીસીએલમાં ચકચાર
  • જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી નજીક ગોઠવાયો હતો ટ્રેપ
  • ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ બંને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ
આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ