જાહેરાત
તાજા સમાચાર
જોગવડ ગામે ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ, ૬૪૮ ગ્રામ ગાંજો અને મોબાઈલ સહિત રૂ. ૩૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત. | EPFO ખાતાધારકો માટે મોટી ખુશખબર! હવે UPI અને ATM દ્વારા સીધા ઉપાડી શકાશે PFના પૈસા | મધ્ય ગુજરાત બન્યું વૈશ્વિક વેપાર અને નિકાસનું એન્જિન : રૂ. 1.74 લાખ કરોડની નિકાસ સાથે વિશ્વ બજારમાં ગુજરાતની મજબૂત ઓળખ, VGRC 2026 આપશે વિકાસને નવી ગતિ. | સાપર પીજીવીસીએલ કચેરીમાં એસીબીનો સપાટો: નાયબ ઇજનેર સહિત બે કર્મચારી રૂ. 80 હજારની લાંચ લેતા ઝડપાયા. | રેપિડો સામે ગુજરાત હાઇકોર્ટમાં મોટી કાનૂની લડત : પ્રાઈવેટ વાહનો દ્વારા પેસેન્જર સેવા મુદ્દે રાજ્ય સરકારને વલણ સ્પષ્ટ કરવા હુકમ. | જામનગરમાં આંગણવાડી બહેનોનો રોષ ફાટ્યો : પગાર વિલંબ અને બિલોની સમસ્યાને લઈ કમિશ્નર કચેરીએ ધસી આવ્યા. | શેરબજારમાં તેજીનો માહોલ : સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળી 77,410 પર બંધ, નિફ્ટી 24,168ની સપાટીએ. | કેશોદમાં કુટણખાનાનો પર્દાફાશ : બોગસ ગ્રાહક મારફતે પોલીસે ગોઠવ્યો જાળ, 3 શખ્સોની ધરપકડ; મુખ્ય સંચાલિકા પણ ઝડપાઈ. | બિહાર સરકારનો મોટો નિર્ણય! હવે સિંધુ દર્શન યાત્રા માટે મળશે ₹20,000 સહાય, કેબિનેટે 17 મહત્વના પ્રસ્તાવો મંજૂર કર્યા | શેરબજારમાં મિશ્ર વલણ : સેન્સેક્સ 50 પોઈન્ટ ઘટીને 77,100 પર, નિફ્ટી 24,050ની સપાટીએ; IT અને મીડિયા શેરોમાં વેચવાલી. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૦૬ વાર જોવાયેલ 3 કલાક પેહલા

ક્રાઇમ કેશોદમાં કુટણખાનાનો પર્દાફાશ : બોગસ ગ્રાહક મારફતે પોલીસે ગોઠવ્યો જાળ, 3 શખ્સોની ધરપકડ; મુખ્ય સંચાલિકા પણ ઝડપાઈ.

કેશોદમાં કુટણખાનાનો પર્દાફાશ : બોગસ ગ્રાહક મારફતે પોલીસે ગોઠવ્યો જાળ, 3 શખ્સોની ધરપકડ; મુખ્ય સંચાલિકા પણ ઝડપાઈ.

પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર કેશોદ પોલીસની સફળ રેડ, ₹67,100નો મુદ્દામાલ જપ્ત

કેશોદ : જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા દેહવ્યાપારના એક પ્રકરણનો અંતે પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ અનૈતિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા વિશેષ અભિયાન દરમિયાન કેશોદ પોલીસે શહેરના ઉમિયા નગર વિસ્તારમાં આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી કુટણખાનાનો ભાંડો ફોડ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સંચાલિકા તરીકે નામ સામે આવેલી મહિલા પણ બાદમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.ડી. મકવાણાને ગુપ્ત બાતમી મળી હતી કે ઉમિયા નગર સોસાયટીમાં આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફ્લેટ નં. 401માં ગેરકાયદે દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. બાતમી મુજબ ફ્લેટમાં રહેતી જ્યોતિબેન અમરદાસ મેસવાણીયા બહારથી મહિલાઓને બોલાવી ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવતી હતી.

બાતમીની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલાની ખરાઈ કરવા માટે પીએસઆઈ મકવાણાએ પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.જે. ડાભીને બોગસ ગ્રાહક તરીકે મોકલ્યા હતા. પૂર્વનિયોજિત યોજના મુજબ બોગસ ગ્રાહકે સ્થળ પર પહોંચી દલાલ મારફતે સંપર્ક સાધ્યો હતો. પોલીસ તપાસ અનુસાર દલાલ તરીકે કાર્યરત શ્યામભાઈ મકડીયાએ રૂ. 500 સ્વીકારી ગ્રાહકને ફ્લેટમાં પ્રવેશ અપાવ્યો હતો.

જેમ જ વ્યવહારની પુષ્ટિ થઈ, તેમ અગાઉથી વોચમાં રહેલી કેશોદ પોલીસની ટીમે ફ્લેટ પર દરોડો પાડી દીધો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ વ્યક્તિઓ ઝડપાઈ આવ્યા હતા. તેમની ઓળખ શ્યામભાઈ રમેશભાઈ મકડીયા (ઉંમર 24 વર્ષ, ઈન્દિરા નગર, કેશોદ), દ્રુમીત દીપકભાઈ વખેચા (ઉંમર 21 વર્ષ, આલપ કોલોની, માંગરોળ રોડ, કેશોદ) અને યુનુસ હુસૈન ચુવા (ઉંમર 38 વર્ષ, બંદરઝાપા, ચોલવાવ, માંગરોળ) તરીકે થઈ હતી.

 

દરોડા દરમિયાન ફ્લેટમાંથી બે મહિલાઓ પણ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં તેઓ દેહવ્યાપાર સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તેમની ઓળખ, પૃષ્ઠભૂમિ અને સંજોગોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી ચાર મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹67,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં અંદાજે ₹40,000 કિંમતના મોબાઇલ ફોન અને ₹27,100 રોકડ રકમનો સમાવેશ થાય છે.

મહત્વની બાબત એ છે કે દરોડા સમયે મુખ્ય સંચાલિકા જ્યોતિબેન અમરદાસ મેસવાણીયા સ્થળ પર હાજર મળી આવી ન હતી. જોકે કેશોદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઇલ લોકેશન અને બાતમીદારોની મદદથી તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે બાદમાં જ્યોતિબેનને પણ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 

આ સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં અનૈતિક વ્યાપાર (અટકાવ) અધિનિયમ, 1956ની કલમ 4, 5, 6 અને 8 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન એ પણ ચકાસવામાં આવી રહ્યું છે કે દેહવ્યાપારમાં સંકળાયેલી મહિલાઓને કોઈ પ્રકારના દબાણ, લાલચ કે કેદ જેવી પરિસ્થિતિમાં રાખવામાં આવતી હતી કે નહીં. જો આવું કોઈ તથ્ય સામે આવશે તો કેસમાં વધુ ગંભીર કલમો ઉમેરવામાં આવી શકે છે.

કેશોદ શહેરમાં છેલ્લા લગભગ વીસ દિવસથી આ ફ્લેટ અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ શહેરમાં ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણનો અંત આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

સ્થાનિક રહીશો અને વિસ્તારના નાગરિકોએ પોલીસની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. અનેક લોકોનું માનવું છે કે રહેણાંક વિસ્તારોમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી સમાજમાં સુરક્ષા અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે.

જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ તથા વિભાગીય ડીવાયએસપી નીલેશ ધાધલિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી કેશોદ પોલીસ માટે એક મહત્વપૂર્ણ સફળતા ગણવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં દેહવ્યાપાર, જુગાર, દારૂ અને અન્ય અનૈતિક પ્રવૃત્તિઓ સામે અભિયાન આગામી દિવસોમાં પણ વધુ કડક બનાવવામાં આવશે.

હાલ સમગ્ર કેસની વધુ તપાસ પીએસઆઈ એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ