જાહેરાત
તાજા સમાચાર
KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ | જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. | જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસની વાહન ચેકિંગ કામગીરી, ૯ વાહનો ડિટેઇન. | ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. | સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૪૮ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું શહેર જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલો મોબાઇલ શોધી માલિકને પરત આપ્યો

જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલો મોબાઇલ શોધી માલિકને પરત આપ્યો

પોલીસ અધિક્ષકશ્રી જામનગર ડો. રધિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક ધિ. કે. પંડ્યાના માર્ગદર્શન અને સૂચના મુજબ જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સ્ટાફ નિયમિત રીતે શહેરભરના સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સની કામગીરી કરી રહ્યો હતો.  મુકેશ મોહન રાવ પુરાણિક, રહે. સી-302, શાંતિ હાર્મની, રોજી પેટ્રોલ પંપ સામે,  ગત તા. 05/06/2026ના રોજ સાંજે આશરે આઠ વાગ્યાના સમયે તેઓ રિલાયન્સ કંપનીમાં નોકરી પૂર્ણ કરીને રોજની જેમ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. એરફોર્સ ગેટ નજીક આવેલા શાંતિ હાર્મનીના ગેટ પાસે પહોંચ્યા ત્યારે તેમનો અંદાજે રૂ. 30,000ની કિંમતનો VIVO V21 Plus મોબાઇલ ફોન ક્યાંક પડી ગયો હોવાનું તેમને બાદમાં જાણવા મળ્યું હતું.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. બી. સિંગલના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પરેશભાઈ ખાણીર, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ સોઢા તથા પોલીસ કોન્સ્ટેબલ લીલાબેન મકવાણા, વર્ષાબેન સોલંકી, રેખાબેન દાફડા અને મયુરીબેન છૈયા સહિતની ટીમને મોબાઇલ શોધવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ટીમે ઘટનાસ્થળ તેમજ તેની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની વિગતવાર તપાસ શરૂ કરીને દરેક ફૂટેજનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

તપાસ દરમિયાન એરફોર્સ ગેટ વિસ્તાર તેમજ રોજી પેટ્રોલ પંપ સામે આવેલા વિવિધ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે અરજદારનો મોબાઇલ ફોન રોજી પેટ્રોલ પંપ સામે રસ્તા પર પડી ગયો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતી એક રિક્ષાના ચાલકે તે મોબાઇલ ઉઠાવી લીધો હોવાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસ ટીમે સીસીટીવીના આધારે રિક્ષાનો નોંધણી નંબર GJ-10-TZ-3148 ઓળખી કાઢ્યો હતો, જેના આધારે તપાસને વધુ વેગ આપવામાં આવ્યો હતો.

રિક્ષાનો નોંધણી નંબર મળ્યા બાદ પોલીસે આરટીઓના ડેટાની મદદથી સંબંધિત વાહનના માલિકની વિગતો મેળવી હતી. ત્યારબાદ વાહન માલિકના મોબાઇલ નંબર પર સંપર્ક સાધવામાં આવ્યો અને સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી હતી. પોલીસના સંપર્ક બાદ રિક્ષા ચાલક સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેની પાસેથી અરજદારનો ગુમ થયેલો મોબાઇલ સુરક્ષિત રીતે મેળવવામાં સફળતા મળી હતી.

મોબાઇલ મળી આવતા જામનગર પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને અરજદાર મુકેશ મોહન રાવ પુરાણિકને તેમનો VIVO V21 Plus મોબાઇલ પરત આપવામાં આવ્યો હતો. પોલીસની સતર્ક કામગીરી અને સીસીટીવી ટેક્નોલોજીના અસરકારક ઉપયોગના કારણે ગુમ થયેલી મિલકત ઝડપથી શોધી કાઢવામાં સફળતા મળી હતી.

જામનગર પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી સીસીટીવી સર્વેલન્સ અને આધુનિક ટેક્નોલોજીના અસરકારક ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ બની છે. પોલીસ અધિક્ષક ડો. રધિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક ધિ. કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની ટીમે સંકલિત પ્રયાસો દ્વારા અરજદારનો ગુમ થયેલો મોબાઇલ ગણતરીના કલાકોમાં શોધી કાઢી સુરક્ષિત રીતે પરત આપ્યો હતો, જેનાથી પોલીસની ઝડપી પ્રતિસાદ ક્ષમતા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર ઉજાગર થઈ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ