જાહેરાત
તાજા સમાચાર
ગુજરાતમાં 11 મુખ્ય ‘લાયન કોરિડોર’ની ઓળખઃ ગીરથી બરડા સુધી સિંહોની સુરક્ષિત અવરજવર માટે મહત્વપૂર્ણ પગલું. | અમેરિકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ટેક્નોલોજી ફોકસ: સેમીકન્ડક્ટરથી AI, હેલ્થટેક અને ગેમિંગ સુધી ઉદ્યોગ અગ્રણીઓ સાથે મંથન. | ભાણવડના કલ્યાણપુરમાં જુગાર અને દારૂ સામે પોલીસની કાર્યવાહી. | મહુવામાં અન્ન-પુરવઠા વિભાગની સઘન તપાસઃ રૂ. 2.38 લાખનો બિનઅધિકૃત ઘઉંનો જથ્થો જપ્ત. | ગુજરાતમાં પંચાયત અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ-અલગઃ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. | ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. | શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 250થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,200ની આસપાસ. | અદાણી બાદ ગુજરાત ગેસનો પણ CNGના ભાવમાં મોટો વધારો. | 2027માં વૈશ્વિક ખાદ્ય સંકટનો ખતરો? ભારત સહિત અનેક દેશો પર વધી શકે અસર. | જાણો, તા. ૧૮ ઓગસ્ટ, મંગળવાર અને શ્રાવણ સુદ છઠ્ઠનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત અમેરિકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ટેક્નોલોજી ફોકસ: સેમીકન્ડક્ટરથી AI, હેલ્થટેક અને ગેમિંગ સુધી ઉદ્યોગ અગ્રણીઓ સાથે મંથન.

અમેરિકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ટેક્નોલોજી ફોકસ: સેમીકન્ડક્ટરથી AI, હેલ્થટેક અને ગેમિંગ સુધી ઉદ્યોગ અગ્રણીઓ સાથે મંથન.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના પ્રવાસના બીજા દિવસે સેમીકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપટેક ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગ અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ તેમજ વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકોમાં ગુજરાતને માત્ર રોકાણ માટેનું સ્થળ નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન અને વૈશ્વિક સપ્લાય ચેઈન માટે લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે વિકસાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.

100થી વધુ ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર લીડર્સ સાથે બેઠક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશન દ્વારા ટેક્નોલોજી તથા સેમીકન્ડક્ટર ક્ષેત્રના 100થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ ઉપરાંત એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક અને ગેમિંગ ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓ સાથે પણ અલગ બેઠકો યોજાઈ હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગ્લોબલ કંપનીઓને ગુજરાતમાં રોકાણની સાથે ટેક્નોલોજી, સંશોધન, કૌશલ્ય વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રે લાંબા ગાળાની ભાગીદારી માટે આમંત્રણ આપ્યું હતું.

R&Dથી મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ એક્સ્પાન્શન સુધી ઈકોસિસ્ટમ

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ટેક્નોલોજી કંપનીઓ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D), ઈનોવેશન, મેન્યુફેક્ચરિંગથી લઈને ગ્લોબલ એક્સ્પાન્શન સુધીની સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે.

તેમણે જણાવ્યું કે નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી હબની સફળતા માત્ર ઈનોવેશન પર આધારિત નથી. તેના માટે જમીન, વીજળી, કનેક્ટિવિટી, મૂડી, કુશળ માનવબળ અને નીતિગત સ્થિરતા જેવી સુવિધાઓ પણ એકસાથે ઉપલબ્ધ હોવી જરૂરી છે. ગુજરાત આ તમામ ક્ષેત્રોમાં ટેક્નોલોજી આધારિત રોકાણ માટે સજ્જ છે.

સિલિકોન વેલી અને ગુજરાત વચ્ચે સહયોગની સંભાવનાઓ

સેમીકન્ડક્ટર અને ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ સિલિકોન વેલીની ટેક્નોલોજી ક્ષમતા અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ એકબીજાને પૂરક બની શકે છે તેવી ભૂમિકા રજૂ કરી હતી.

ઉદ્યોગ પ્રતિનિધિઓએ ગુજરાતના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિગત સ્થિરતા, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને બિઝનેસ-ફ્રેન્ડલી અભિગમની પ્રશંસા કરી હતી.

AI અને જનરેટિવ AI અંગે પણ ચર્ચા

AI, હેલ્થ ટેક, એજ્યુકેશન ટેક અને ગેમિંગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની બેઠકમાં AI, જનરેટિવ AI અને રોબોટિક્સ સહિતની નવી ટેક્નોલોજીથી ઊભી થઈ રહેલી તકો અંગે ચર્ચા થઈ હતી.

ખાસ કરીને લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM), જનરેટિવ AI, એડવર્ટાઈઝિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને એજ્યુકેશનમાં વીડિયો જનરેશન જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા ઝડપી પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આ ટેક્નોલોજીના ઉપયોગ અને નવીનતા માટેની સંભાવનાઓ અંગે મંથન થયું હતું.

ગેમિંગ ક્ષેત્રમાં પણ નવી તકો

મુખ્યમંત્રી અને ગેમિંગ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ વચ્ચે ગેમિંગ ક્ષેત્રની નવી ઉભરી રહેલી તકો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને પ્રોત્સાહક નીતિઓ, ઈનોવેશન અને ઉદ્યોગોની ભાગીદારીથી ગેમિંગ ઈકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં પરામર્શ થયો હતો.

Vibrant Gujarat Summit 2027માં જોડાવા આમંત્રણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકન કંપનીઓ અને ઉદ્યોગ અગ્રણીઓને જાન્યુઆરી 2027માં યોજાનારી Vibrant Gujarat Summitમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

તેમણે B2B અને B2G બેઠકો દ્વારા ગુજરાત સાથે સહયોગની નવી તકો શોધવા તથા રાજ્યના ટેક્નોલોજી અને ઈનોવેશન ઈકોસિસ્ટમ સાથે જોડાવા માટે ઉદ્યોગ જગતને અપીલ કરી હતી.

આ સમગ્ર પ્રવાસ દરમિયાન ગુજરાતને સેમીકન્ડક્ટર અને ફ્યુચર ટેક્નોલોજીનું અગ્રણી હબ બનાવવાની સાથે ટેક્નોલોજી, રોકાણ, સંશોધન, સ્કિલિંગ અને બિઝનેસ સહયોગની નવી તકો ઊભી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ