જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
અકસ્માત ૯૫ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

અકસ્માત જામનગરમાં સિટી બસની અડફેટે વિકલાંગ વૃદ્ધ ઘવાયા

જામનગરમાં સિટી બસની અડફેટે વિકલાંગ વૃદ્ધ ઘવાયા

પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક અકસ્માત, ત્રિચક્રી સાઇકલ સાથે ફંગોળાયા વૃદ્ધ

જામનગરમાં મહાનગરપાલિકા સંચાલિત સિટી બસની અડફેટે વિકલાંગ વૃદ્ધને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક બનેલી આ ઘટનામાં સિટી બસની ટક્કર વાગતાં વૃદ્ધ પોતાની ત્રિચક્રી સાઇકલ સાથે ફંગોળાઈ ગયા હતા.

 

પ્રાથમિક માહિતી મુજબ, વૃદ્ધ ત્રિચક્રી સાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બસની ટક્કરથી વૃદ્ધ રોડ પર પટકાયા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી.

અકસ્મતમાં વૃદ્ધને ઈજા થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક સિટી બસ દ્વારા વિકલાંગ વૃદ્ધને અડફેટે લેવાની ઘટનાને પગલે સિટી બસ ચાલકોની બેદરકારી અને ટ્રાફિક સલામતી અંગે પણ સવાલો ઊભા થયા છે. ઘટનામાં ઈજાગ્રસ્ત વૃદ્ધની હાલત અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ