જાહેરાત
તાજા સમાચાર
મોંઘવારીના મુદ્દે વાંકાનેરમાં મહિલા કોંગ્રેસનો વિરોધ, રાંધણગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સામે રોષ. | ‘SAY NO TO DRUGS’ અભિયાન વચ્ચે રાજકોટમાં 5.24 કિલો ગાંજો ઝડપાયો. | તારીખ : ૧૩/૦૯/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | જાણો, તા. 13 સપ્ટેમ્બર 2026, રવિવાર અને ભાદરવા સુદ બીજનું રાશિફળ. | ભાણવડના વિજયપુર સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો, 7 શખ્સ ઝડપાયા. | સૌરાષ્ટ્રમાં જળસંકટની ભીતિ ઘેરી: 85માંથી 45 ડેમોમાં માત્ર 2થી 20 ટકા પાણી. | ખેડૂત પુત્ર ડૉ. દેવેન્દ્ર કાલરીયાનો અનોખો સંકલ્પ: દાંતની સારવાર બાદ હવે ધરતીની સારવાર. | શ્રાવણમાં સોમનાથ તીર્થે ભક્તોનો નવો કીર્તિમાન, 22.61 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાદેવના દર્શન. | બદલાતી દુનિયાને જૂની સંસ્થાઓથી નહીં ચલાવી શકાય, સુધારા જરૂરી: PM મોદી. | ISROનો ચક્રવાતી અંદાજ: 2026ના અંતિમ ત્રણ મહિનામાં વાવાઝોડાની શક્તિ સરેરાશ કરતાં 83% વધુ રહેવાની શક્યતા. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૨૪ વાર જોવાયેલ 44 મિનિટ પેહલા

રાશિફળ જાણો, તા. 13 સપ્ટેમ્બર 2026, રવિવાર અને ભાદરવા સુદ બીજનું રાશિફળ.

જાણો, તા. 13 સપ્ટેમ્બર 2026, રવિવાર અને ભાદરવા સુદ બીજનું રાશિફળ.

આજનું રાશિફળ: સિંહ સહિત બે રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી, ધારેલા કાર્યો પૂર્ણ થશે, દોડધામભર્યો દિવસ રહેશે.

મેષ રાશિ (અ, લ, ઈ)

આજે આપ કામકાજ અને દોડધામમાં વ્યસ્ત રહેશો, પરંતુ મન અને હૃદયને સંપૂર્ણ શાંતિ કે રાહતનો અનુભવ થવામાં સમય લાગી શકે છે. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો થશે અને રાહત અનુભવાશે. મહત્વના નિર્ણયોમાં ઉતાવળ ટાળવી.

શુભ રંગ: મરૂન
શુભ અંક: ૬-૩

વૃષભ રાશિ (બ, વ, ઉ)

આપની મહેનત, બુદ્ધિ, અનુભવ અને આવડતના આધારે મુશ્કેલ કામનો ઉકેલ લાવી શકશો. આપની વાણીની મીઠાશ અને વ્યવહારકુશળતા કારણે લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રે આત્મવિશ્વાસ જાળવી આગળ વધવું.

શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૪-૯

મિથુન રાશિ (ક, છ, ધ)

સિઝનલ ધંધો કરતા જાતકોએ ગ્રાહકવર્ગની પસંદગી અને માંગનું ખાસ ધ્યાન રાખવું. માલનો વધુ પડતો ભરાવો કરવાથી બચવું. વેપારમાં આયોજનપૂર્વક આગળ વધવું અને સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી જરૂરી રહેશે.

શુભ રંગ: સફેદ
શુભ અંક: ૨-૫

કર્ક રાશિ (ડ, હ)

આજે પોતાના કાર્ય ઉપરાંત સંસ્થાકીય અને જાહેરક્ષેત્રના કામોમાં પણ વ્યસ્ત રહેવું પડી શકે છે. જવાબદારીઓ વધવાથી દોડધામ રહેશે. બપોર બાદ કોઈપણ નિર્ણય લેતી વખતે ધીરજ અને સમજદારીથી કામ લેવું.

શુભ રંગ: ગ્રે
શુભ અંક: ૬-૧

સિંહ રાશિ (મ, ટ)

દિવસ દરમિયાન સુસ્તી, બેચેની અથવા તબિયતને લગતી અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. કામકાજ કરતી વખતે ધ્યાન રાખવું અને શરીરને પૂરતો આરામ આપવો. બિનજરૂરી તણાવથી દૂર રહેવું તથા સ્વાસ્થ્યને પ્રથમ પ્રાથમિકતા આપવી.

શુભ રંગ: લીલો
શુભ અંક: ૫-૭

કન્યા રાશિ (પ, ઠ, ણ)

નોકરી કે ધંધાના કામકાજ માટે બહારગામ અથવા અન્ય સ્થળે જવાનું બની શકે છે. અગત્યના કામ અંગે મુલાકાતો અને ચર્ચાઓ થશે. વ્યવસાયિક સંપર્કો વધશે અને મહત્વપૂર્ણ કાર્ય આગળ વધવાની શક્યતા છે.

શુભ રંગ: લાલ
શુભ અંક: ૩-૯

તુલા રાશિ (ર, ત)

આજે પોતાના કામ ઉપરાંત ઘર-પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રવર્ગના કાર્યોમાં પણ વ્યસ્ત રહેવું પડશે. દોડધામ અને શ્રમ વધુ રહેશે. સંબંધોમાં સંતુલન જાળવીને તમામ જવાબદારીઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો.

શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૮-૪

વૃશ્ચિક રાશિ (ન, ય)

આપના કાર્યની કદર અને પ્રશંસા થવાથી ઉત્સાહ વધશે. કામમાં સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. જોકે વાણીમાં સંયમ રાખવો અને ઉતાવળમાં કોઈને દુઃખ થાય તેવી વાત ન કરવી.

શુભ રંગ: મેંદી
શુભ અંક: ૨-૮

ધન રાશિ (ભ, ધ, ફ, ઢ)

રાજકીય, સરકારી અથવા ખાતાકીય કામોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પ્રક્રિયા ધીમી રહે તેવી શક્યતા છે, પરંતુ આપની ગણતરી અને ધારણા પ્રમાણે કામ પૂર્ણ થઈ શકે છે. ધીરજ રાખવી લાભદાયી રહેશે.

શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૩-૯

મકર રાશિ (ખ, જ)

આપના અગત્યના કામનો ઉકેલ મળવાથી રાહત અનુભવાશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે. જો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો આજનો દિવસ અનુકૂળ રહી શકે છે.

શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૫-૭

કુંભ રાશિ (ગ, શ, સ)

કામકાજમાં સાનુકૂળતા મળી રહેશે. સામાજિક અને વ્યવહારિક કામો માટે દોડધામ રહેશે, પરંતુ પ્રયત્નો બાદ કામ ઉકેલાતા રાહત અનુભવાશે. લોકો સાથેના સંપર્કો અને સહકારથી લાભ મળી શકે છે.

શુભ રંગ: કેસરી
શુભ અંક: ૧-૪

મીન રાશિ (દ, ચ, ઝ, થ)

આજે ઉપરી અધિકારીઓ, સહકર્મચારીઓ તેમજ નોકર-ચાકરવર્ગનો સાથ અને સહકાર મળી રહેશે. આપના કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકે છે. પરદેશ અથવા દૂરના સ્થળને લગતા કામોમાં પણ પ્રગતિ થવાની શક્યતા છે.

શુભ રંગ: પીળો
શુભ અંક: ૩-૯

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ