જાહેરાત
તાજા સમાચાર
દાહોદમાં સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક લાંચ લેતા ઝડપાયા. | કેન્દ્રીય કર્મચારીઓ માટે HRAના નવા નિયમો. | ધર્મસિંધુ ગ્રંથમાં શ્રાદ્ધની મહિમા અને પિતૃકર્મનું મહત્વ. | જામનગર-કાલાવડ હાઈવે પર આઈસરમાં ખીચોખીચ ભરેલા ૧૧ પશુ ઝડપાયા. | શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો. | ભાડા વિધાયક કાયદા સામે જામનગરમાં વકીલ મંડળનો વિરોધ. | ભાણવડમાં એક જ દિવસમાં ૫ અબોલ જીવોનો જીવ બચાવાયો. | જામનગરમાં JMCના કચરા કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી સામે સવાલ. | દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોલીસની મોટી કાર્યવાહી: બે માસથી ફરાર પ્રોહિબિશન ગુનાનો આરોપી ઝડપાયો. | આજનો ઈતિહાસ: 6 ઓક્ટોબર |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૮૫ વાર જોવાયેલ • 1 અઠવાડિયું પેહલા

રાશિફળ તા. ૨૫ સપ્ટેમ્બર, શુક્રવાર અને ભાદરવા સુદ ચૌદશનું રાશિફળ.

તા. ૨૫ સપ્ટેમ્બર, શુક્રવાર અને ભાદરવા સુદ ચૌદશનું રાશિફળ.

મિથુન સહિત બે રાશિના જાતકોએ કામકાજમાં રાખવી સાવધાની જાણો મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓનું આજનું રાશિફળ, શુભ રંગ અને શુભ અંક

આજે કેટલીક રાશિના જાતકોને વેપાર-ધંધામાં લાભ અને અટકેલાં કાર્યોમાં સફળતાના સંકેત છે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ નાણાકીય વ્યવહાર, સ્વાસ્થ્ય અને ઉતાવળભર્યા નિર્ણયોમાં સાવચેતી રાખવાની જરૂર છે. જાણો આજનું રાશિફળ.

૧. મેષ (અ, લ, ઈ) આજે પોતાના કામકાજની સાથે ઘર-પરિવાર, સગાંસંબંધીઓ અને મિત્રો માટે પણ દોડધામ કરવી પડી શકે છે. જવાબદારીઓ વધવાથી સમય, શ્રમ અને ખર્ચમાં વધારો થવાના સંકેત છે. શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૧, ૩

૨. વૃષભ (બ, વ, ઉ) સિઝનલ ધંધામાં અચાનક ગ્રાહકોની સંખ્યા વધવાથી લાભ થવાની શક્યતા છે. ધાર્મિક અને શુભ કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. શુભ રંગ: મરૂન | શુભ અંક: ૫, ૭

૩. મિથુન (ક, છ, ધ) આજે તમારી ગણતરી અને ધારણાઓ અપેક્ષા મુજબ પરિણામ ન આપતાં મુશ્કેલીઓ વધી શકે છે. કાર્યક્ષેત્રે ગેરસમજ, વાદવિવાદ અને મનદુઃખથી બચવા વાણી અને વર્તનમાં સંયમ રાખવો. શુભ રંગ: પીળો | શુભ અંક: ૪, ૬

૪. કર્ક (ડ, હ) લાંબા સમયથી અટકેલાં અગત્યનાં કામનો ઉકેલ આવતાં આનંદ અને રાહત અનુભવશો. મહત્ત્વના નિર્ણયો લેવા માટે અનુકૂળ સમય મળી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત ફળદાયી બની શકે છે. શુભ રંગ: કેસરી | શુભ અંક: ૨, ૫

૫. સિંહ (મ, ટ) કૌટુંબિક અને પારિવારિક જવાબદારીઓને કારણે દિવસ દરમિયાન વ્યસ્તતા અને દોડધામ રહેશે. અધૂરાં કામનો ધીમે ધીમે ઉકેલ આવતાં માનસિક રાહત અનુભવશો. શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૫, ૩

૬. કન્યા (પ, ઠ, ણ) ઉપરી અધિકારીઓ, સહકર્મચારીઓ અને કર્મચારીવર્ગના સહયોગથી અટકેલાં કામ પૂર્ણ કરી શકશો. યાત્રા કે પ્રવાસનું આયોજન થઈ શકે છે. શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૨, ૯

૭. તુલા (ર, ત) આજે અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા છતાં મનમાં અશાંતિ અનુભવાઈ શકે છે. કામકાજમાં ઉતાવળ ન કરવી અને મહત્ત્વના નિર્ણયો સમજીવિચારીને લેવા. શુભ રંગ: લીલો | શુભ અંક: ૬, ૮

૮. વૃશ્ચિક (ન, ય) પોતાની મહેનત, બુદ્ધિ, અનુભવ અને આવડતના આધારે મુશ્કેલ કામનો ઉકેલ લાવી શકશો. વિદેશ સંબંધિત કામકાજમાં ખર્ચ થવાની શક્યતા છે. શુભ રંગ: ગ્રે | શુભ અંક: ૬, ૯

૯. ધન (ભ, ધ, ફ, ઢ) સિઝનલ વેપાર-ધંધામાં ગ્રાહકોની જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. માલનો બિનજરૂરી ભરાવો ટાળવો. અચાનક ખરીદી અથવા ખર્ચના પ્રસંગો ઊભા થઈ શકે છે. શુભ રંગ: લવંડર | શુભ અંક: ૫, ૨

૧૦. મકર (ખ, જ) સંસ્થાકીય અને જાહેરક્ષેત્રનાં કામકાજને કારણે વ્યસ્તતા અને દોડધામ વધી શકે છે. અન્ય લોકોનો સાથસહકાર મળવાથી કાર્યો આગળ વધારવામાં મદદ મળશે. શુભ રંગ: પિસ્તા | શુભ અંક: ૪, ૬

૧૧. કુંભ (ગ, શ, સ) દિવસની શરૂઆતથી જ સુસ્તી અથવા બેચેની અનુભવાઈ શકે છે. મોસમી બીમારીઓથી સાવચેતી રાખવી અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવવી. શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૧, ૩

૧૨. મીન (દ, ચ, ઝ, થ) જૂના સ્વજનો, સ્નેહીઓ અને મિત્રો સાથે મુલાકાત થતાં આનંદ અનુભવશો. સામાજિક અને વ્યવહારિક કામકાજ પૂર્ણ કરવાની તક મળી શકે છે. શુભ રંગ: લાલ | શુભ અંક: ૨, ૮

નોંધ: આ રાશિફળ પરંપરાગત જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. તેને નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે ન લેવી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ