જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
ઈકોનોમી ૯૭ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ઈકોનોમી પડકારો વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાએ બતાવી મજબૂત ગતિ

પડકારો વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાએ બતાવી મજબૂત ગતિ

પ્રથમ ત્રિમાસિકમાં રિયલ GDP ગ્રોથ 7.8 ટકા, અર્થશાસ્ત્રીઓના અંદાજ કરતાં પણ વધુ

યુએસ-ઈરાન યુદ્ધ, ટેરિફ અને વૈશ્વિક સ્તરે વધતા ક્રોસ-બોર્ડર તણાવ જેવા પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે પોતાની મજબૂત ગતિ જાળવી રાખી છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન ભારતનો રિયલ GDP ગ્રોથ રેટ 7.8 ટકા નોંધાયો છે.

આ આંકડો મોટાભાગના અર્થશાસ્ત્રીઓના 7.1થી 7.2 ટકાના અંદાજ કરતાં નોંધપાત્ર રીતે વધુ રહ્યો છે. આ સાથે જ ભારતના નોમિનલ GDPમાં પણ 10.3 ટકાનો વધારો નોંધાયો છે.

વૈશ્વિક સ્તરે માલના ઊંચા ભાવ, સપ્લાય ચેઈનમાં પડતી મુશ્કેલીઓ અને ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતની આર્થિક કામગીરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભારતના મજબૂત GDP ગ્રોથ પાછળ મુખ્યત્વે મજબૂત ઘરેલુ માંગ, ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ અને સરકારી મૂડીરોકાણ જેવા પરિબળો મહત્વપૂર્ણ રહ્યા છે.

વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતે સતત મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. પ્રથમ ત્રિમાસિકના 7.8 ટકાના આંકડા બાદ ભારતે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્ર તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ