જાહેરાત
તાજા સમાચાર
તારીખ ૧૩/૦૬/૨૦૨૬ નું ન્યૂઝ પેપર. | આજનું રાશિફળ: તા. 13 જૂન, શનિવાર (અધિક જેઠ વદ તેરસ) | ભાણવડના ટીંબડી ગામે 7 ફૂટ લાંબો અજગર ઘૂસતા ગ્રામજનોમાં ફફડાટ: એનિમલ લવર્સની ટીમે સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ. | ચોમાસા પૂર્વે વોર્ડ નં. 5માં સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરીને વેગ: કોર્પોરેટરોની હાજરીમાં વરસાદી પાણીના નિકાલ માટે વિશેષ અભિયાન. | જામનગરમાં સેવા, સંસ્કાર અને પ્રાણીપ્રેમની અનોખી પરંપરા: 1500 કિલો પૌષ્ટિક લાડુઓથી મૂંગા પશુઓનું થશે સન્માન. | મિશન બેટર પોલિસિંગને નવી દિશા: ડીજીપી જી.એસ. મલિકે રાજ્યભરમાં ખાનગી CCTVને પોલીસ નેટવર્ક સાથે જોડવા આપ્યા આદેશ. | સાયચા ગેંગ પર પોલીસનો વધુ એક મોટો ઘા: ત્રણ આરોપી જેલમાંથી કસ્ટડીમાં લઈ 8 દિવસના રિમાન્ડ પર. | જામનગરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી: ગાડુકા ગામેથી 4.33 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો, રૂ. 2.07 લાખનો મુદ્દામાલ જપ્ત. | અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ યાદોથી આધુનિક આરોગ્યધામ સુધીનો સફર: રૂ. 547 કરોડના મહાપ્રોજેક્ટથી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ, રીહેબ સેન્ટર, હોસ્પિટલ અને અદ્યતન લેબોરેટરીનું થશે નિર્માણ. | ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવના ચોંકાવનારા આંકડા: એક મહિનામાં 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે કાર્યવાહી, ₹5.21 કરોડનો દંડ વસૂલાયો |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૫૫ વાર જોવાયેલ 1 અઠવાડિયું પેહલા

મારું શહેર લાખોટા તળાવ-2ના બ્યુટિફિકેશનને વેગ.

લાખોટા તળાવ-2ના બ્યુટિફિકેશનને વેગ.

જામનગર મહાનગરપાલિકાએ આધાર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાતું જૂનું બાલમંદિર તોડી પાડ્યું

જામનગર:
જામનગર શહેરના ઐતિહાસિક અને પર્યટન દ્રષ્ટિએ મહત્વ ધરાવતા લાખોટા તળાવ-2ના સૌંદર્યકરણ (બ્યુટિફિકેશન) પ્રોજેક્ટને વધુ ગતિ આપવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તળાવની પાળ પર આવેલું અને હાલમાં આધાર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાતું જૂનું બાલમંદિરનું મકાન આજરોજ તોડી પાડવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ-2 વિસ્તારને વધુ આકર્ષક, સુવિધાસભર અને પર્યટનમૈત્રી બનાવવા માટે બ્યુટિફિકેશનની વિવિધ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન તળાવની પાળ પર આવેલું જૂનું મકાન વિકાસકાર્યોમાં અવરોધરૂપ બનતું હોવાથી તેને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજરોજ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જરૂરી મશીનરી અને સ્ટાફની મદદથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન સલામતીના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારમાં અવરજવર પર પણ જરૂરી નિયંત્રણ રાખવામાં આવ્યું હતું.

 

મળતી માહિતી મુજબ આ મકાન અગાઉ બાલમંદિર તરીકે ઉપયોગમાં લેવાતું હતું, જ્યારે છેલ્લા કેટલાક સમયથી ત્યાં આધાર સેન્ટરની કામગીરી ચાલતી હતી. લાખોટા તળાવ-2ના વિકાસ અને સૌંદર્યકરણના આયોજન અંતર્ગત આ બાંધકામ નળતરરૂપ હોવાનું માનવામાં આવતા તેને દૂર કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર લાખોટા તળાવ-2 વિસ્તારમાં ભવિષ્યમાં આધુનિક સુવિધાઓ, હરિયાળી, પાથવે, બેસવાની વ્યવસ્થા, લાઈટિંગ અને પર્યટકોને આકર્ષે તેવા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવનાર છે. આ માટે તળાવની આસપાસના વિસ્તારને ખુલ્લો અને સુવ્યવસ્થિત બનાવવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે.

લાખોટા તળાવ જામનગરની ઓળખ સમાન ગણાય છે અને અહીં રોજ મોટી સંખ્યામાં નાગરિકો, પ્રવાસીઓ તેમજ મોર્નિંગ-ઈવનિંગ વોકર્સ મુલાકાત લેતા હોય છે. શહેરના હૃદયસ્થાને આવેલા આ વિસ્તારને વધુ આકર્ષક બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

આજની ડિમોલેશન કામગીરી બાદ લાખોટા તળાવ-2ના બ્યુટિફિકેશન પ્રોજેક્ટને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના સૌંદર્ય અને પર્યટન વિકાસને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ કાર્યવાહી વિકાસલક્ષી દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ